Ranveer Singh and Deepika Padukone: રણવીર સિંહે તેના ઇનસ્ટાગ્રામ પરથી દીપિકા અને તેના લગ્નની બધી જ તસવીરો પણ ડિલીટ કરી દીધી હતી
રણવીર સિંહ (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે નવેમ્બર 2018માં લગ્ન કર્યા હતા.
- રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલદી જ પેરેન્ટ્સ બનવાના છે, એવી પણ ચર્ચા ચાલી રહી છે.
- રણવીરે તેના ઇનસ્ટાગ્રામ પરથી તેના લગ્નની તસવીરો ડિલીટ કરી હતી.
બૉલિવૂડના હૉટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના (Ranveer Singh and Deepika Padukone) લગ્ન જીવનમાં કોઈ સમસ્યા આવી છે, એવા સમાચાર છેલ્લા અનેક સમયથી સામે આવી રહ્યા હતા. આ દરેક બાબત વચ્ચે રણવીર સિંહે તેના ઇનસ્ટાગ્રામ પરથી દીપિકા અને તેના લગ્નની બધી જ તસવીરો પણ ડિલીટ કરી દીધી હતી, જેથી રણવીર અને દીપિકા વચ્ચે લગ્નને લઈને કોઈ તકલીફ આવી છે, એવી ચર્ચાને વેગ મળ્યો હતો. જોકે આ બધી ચર્ચા વચ્ચે રણવીરે એક ઈવેન્ટમાં પહોંચીને આ બધી વાત માત્ર અફવા છે, એવું લોકોને જણાવી દીધું હતું.
મુંબઈ ખાતે યોજનાએલા એક ફેશન ઈવેન્ટમાં રણવીર સિંહ (Ranveer Singh and Deepika Padukone) સહિત અનેક સેલિબ્રિટીઝ પણ આવ્યા હતા. આ દરમિયાન રણવીરને તેણે પહેરલા સૌથી મનપસંદ દાગીના વિશે પુછવામાં આવ્યું હતું. આ પ્રશ્નનો જવાબ આપતા રણવીરે કહ્યું હતું કે ‘મને સૌથી વધારે મારા લગ્નની રિંગ ગમે છે અને તે મારા માટે સૌથી વધારે કિંમતી અને મારાથી સૌથી વધુ ક્લોઝ છે. રણવીરે કહ્યું કે ‘મને સૌથી વધારે પ્રિય એવી વીંટીઓમાંની આ એક છે- તે મારી લગ્નની વીંટી છે, જે મારી પત્નીએ મને આપી હતી. બીજી છે મારી પ્લેટિનમ એન્ગેજમેન્ટ રીંગ અને મારી મમ્મીના ડાયમંડ ઈયર રિંગ અને મારી દાદીના મોતી આ દરેક વસ્તુ મને સૌથી પ્રિય છે.
ADVERTISEMENT
View this post on Instagram
થોડા સમય પહેલા અભિનેતા રણવીર સિંહે તેના લગ્નની તસવીરો સાથે 2023 પહેલા તેણે પોસ્ટ કરેલી દરેક તસવીરોને (Ranveer Singh and Deepika Padukone) આર્કાઇવ કરી દીધી હતી. આ સાથે રણવીરે 23 જાન્યુઆરી 2023ની એક સ્પોર્ટ્સ બ્રાન્ડનો જ એક વીડિયો હતો અને તેણે આખરે અભિનેત્રી અલિયા ભટ્ટ સાથે એક જાહેરાતની પોસ્ટ મૂકી છે. જાણવા જેવી બાબત એ છે કે દીપિકા પાદુકોણે પણ તેના અને રણવીરના લગ્નની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પરથી આર્કાઈવ કરતાં લોકો વચ્ચે ચર્ચા જગાવી હતી.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નવેમ્બર 2018માં લગ્ન કયા હતા અને હવે રણવીર અને દીપિકાના ઘરે સેપ્ટેમ્બર 2024 સુધી પહેલું પારણું બંધાવવાનું છે, એવા સમચાર આવી રહ્યા છે, જેથી રણવીર અને દીપિકા (Ranveer Singh and Deepika Padukone) તેમના પહેલા બાળકનું ટૂંક સમયમાં સ્વાગત કરશે, એવું કહેવામાં આવી રહ્યું છે. દીપિકા તેની નવી ફિલ્મની શૂટિંગમાં છે. દીપિકા રોઈટ શેટ્ટીની એક્શન ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં શક્તિ શેટ્ટી નામના પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં જોવા મળવાની છે. તો રણવીર પણ, અજય દેવગન અને કરીના કપૂર પણ દીપિકા સાથે ‘સિંઘમ અગેઇન’માં સ્ક્રીન શેર કરશે, એવી માહિતી સામે આવી હતી.