Ranveer Singh apologizes for Kantara remark: ‘કાંતારા’ વિવાદ પર આખરે અબિનેતા રણવીર સિંહે માંગી માફી, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને જણાવી પોતાની બાજુ; ટ્રોલિંગનો શિકાર બન્યા પછી અભિનેતાએ ભર્યું આ પગલું
IFFI 2025ના સમાપન સમારોહમાં રણવીર સિંહે કરી હતી ઋષભ શેટ્ટીની નકલ
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા ૨૦૨૫ (IFFI 2025) ના સમાપન સમારોહમાં, બોલિવૂડ (Bollywood) અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) એ અભિનેતા ઋષભ શેટ્ટી (Rishabh Shetty) ની પ્રશંસા કરી અને તેની ફિલ્મ ‘કાંતારા’ ના એક દ્રશ્યની નકલ કરી હતી. આ પછી, રણવીર સિંહ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને આ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે મંગળવારે, રણવીર સિંહે સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટ શેર કરી અને જનતાની માફી માંગી છે.
ગોવા (Goa) માં આયોજીત 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) સમાપન સમારોહમાં ઋષભ શેટ્ટીની સામે કંતારાના દૈવ્યનું અનુકરણ કરવા બદલ રણવીર સિંહને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતાને ઓનલાઈન ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો, અને હવે તેણે જાહેરમાં માફી માંગી (Ranveer Singh apologizes for Kantara remark) છે.
ADVERTISEMENT
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થવાના થોડા દિવસો બાકી છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે. જોકે, આ પ્રોજેક્ટનો ઉત્સાહ હવે વિવાદને કારણે ઓછો થઈ ગયો છે. ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ના સમાપન સમારોહમાં આ વિવાદ શરૂ થયો હતો. સ્ટેજ પર જે હળવી ક્ષણ બનવાની હતી તે હવે લોકોના રોષમાં ફેરવાઈ ગઈ છે.
રણવીર સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં લખ્યું હતું કે, ‘મારો હેતુ ફિલ્મમાં ઋષભ શેટ્ટીના અદ્ભુત અભિનયને પ્રકાશિત કરવાનો હતો. મને ખબર છે કે તે ચોક્કસ દ્રશ્યને તેણે જે રીતે ભજવ્યું તે રીતે ભજવવામાં કેટલો સમય લાગ્યો. હું તેના માટે તેમનો ખૂબ આભાર માનું છું. મને હંમેશા મારા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને માન્યતા પ્રત્યે ખૂબ આદર રહ્યો છે. જો મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય, તો હું દિલથી માફી માંગુ છું.’

ગયા શુક્રવારે, ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના સમાપન સમારોહ દરમિયાન, રણવીર સિંહે ઋષભ શેટ્ટીની પ્રશંસા કરી હતી. તેણે ‘કાંતારા 3’ માં કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી અને ફિલ્મના એક દ્રશ્યની નકલ કરી હતી. ક્લાઇમેક્સ દ્રશ્ય રીક્રિએટ કર્યું. તેની નકલમાં, તેણે પવિત્ર ચાવુંદી (ચામુંડેશ્વરી) દેવીનો ઉલ્લેખ કર્યો, જે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી એક આધ્યાત્મિક અસ્તિત્વ છે અને કર્ણાટકના દરિયાકાંઠાના પ્રદેશમાં પૂજાય છે. તેણે તેમની તુલના "સ્ત્રી ભૂત" સાથે કરી. આ ઘટનાએ કાર્યક્રમમાં કેટલાક લોકોને હાસ્યનો વિષય બનાવ્યો, પરંતુ ટૂંક સમયમાં જ આ કૃત્યની ક્લિપ ઓનલાઈન સામે આવતાં તે આક્રોશનો વિષય બની ગયો. રણવીર સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો યુઝર્સ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ રણવીરની ટીકા કરી હતી.
જોકે, રણવીર સિંહે આ મામલે માફી માંગીને વિવાદને શાચત કરવાનું કામ કર્યું છે.


