Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહ ઇચ્છતો હતો કે ડૉન 3માં વધારે ગાળાગાળ અને હિંસા હોય

રણવીર સિંહ ઇચ્છતો હતો કે ડૉન 3માં વધારે ગાળાગાળ અને હિંસા હોય

Published : 01 May, 2026 03:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરહાન અખ્તરે ઍક્ટરની આ ડિમાન્ડ ન માની એટલે તેમની વચ્ચે મતભેદ થયા હોવાની ચર્ચા...

રણવીર સિંહ ઇચ્છતો હતો કે ડૉન 3માં વધારે ગાળાગાળ અને હિંસા હોય

રણવીર સિંહ ઇચ્છતો હતો કે ડૉન 3માં વધારે ગાળાગાળ અને હિંસા હોય


ફિલ્મમેકર ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડૉન 3’ એની જાહેરાતથી જ સતત ચર્ચામાં છે. હાલમાં ફિલ્મના કાસ્ટિંગને લઈને વિવાદ ઊભો થયો છે અને રણવીર સિંહે ફિલ્મમાં કામ કરવાની ના પાડ્યા પછી અનેક પ્રકારની ચર્ચાઓ સામે આવી રહી છે. હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રણવીર ફિલ્મને વધુ ઇન્ટેન્સ અને ગંભીર બનાવવા માગતો હતો અને તે ફિલ્મમાં ગાળો અને વાયલન્સ ઉમેરવા પર ભાર મૂકી રહ્યો હતો. આ સિવાય રણવીરે કેટલીક શરતો પણ મૂકી હતી. જોકે ફરહાન આ વિચાર સાથે સહમત નહોતો અને તે ‘ડૉન’ની જૂની સ્ટાઇલ જ જાળવી રાખવા માગતો હતો. 
આ વિવાદમાં ફરહાન પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને તેણે સ્ક્રિપ્ટમાં કોઈ ફેરફાર કર્યો નહીં. આ કારણે બન્ને વચ્ચે મતભેદ વધ્યા અને અંતે 
રણવીરે પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો.

રણવીર સિંહે મૂકેલી શરતો
 ૭ વેનિટી વૅન
 સંપૂર્ણપણે કાળા કપડાથી ઢંકાયેલી બે વૅન
 સેટ પર ૧૦૦ કિલો બરફની વ્યવસ્થા
 તેના માટે ખાસ પસંદગીનો ડેડિકેટેડ અસિસ્ટન્ટ
 ઍક્શન-સીન માટે તેમની ટીમ દ્વારા દેખરેખ
 ઍક્શન-સીનના સ્ટુડિયો-એડિટિંગ પર પોતાનું નિયંત્રણ
 ‘ડૉન’ના પાત્રને વધુ રફ અને ડાર્ક ટોનમાં રજૂ કરવાની ડિમાન્ડ


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK