Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહ અને આદિત્ય ધર મળીને બનાવશે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય પરની ફિલ્મ?

રણવીર સિંહ અને આદિત્ય ધર મળીને બનાવશે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય પરની ફિલ્મ?

Published : 05 April, 2026 09:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રોજેક્ટને ટ્રિલૉજી તરીકે રજૂ કરવાની યોજના છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મની જાહેરાત આ વર્ષે થઈ શકે છે.

રણવીર સિંહ અને આદિત્ય ધર

રણવીર સિંહ અને આદિત્ય ધર


રણવીર સિંહ સાથે ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો આપનાર દિગ્દર્શક આદિત્ય ધર હવે તેની સાથે એક નવી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ભારતીય ઇતિહાસના મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની વાર્તા પર આધારિત હોઈ શકે છે. રિપોર્ટ્‌સ પ્રમાણે હાલમાં આદિત્ય ધર ત્રણ સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યો છે જેમાં ધ ઇમૉર્ટલ અશ્વત્થામા, એક ઐતિહાસિક મહાકાવ્ય અને બિગ બજેટ સ્પોર્ટ્સ ડ્રામાનો સમાવેશ થાય છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ પછી આદિત્ય ધર ભારતના પ્રાચીન રાજાઓના ઇતિહાસ પર ઊંડો અભ્યાસ કરી રહ્યો છે. આ કારણોસર માનવામાં આવી રહ્યું છે કે તેની આગામી ફિલ્મ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા સ્થિત હશે. જોકે હજી સ્પષ્ટ નથી કે મુખ્ય પાત્ર ચંદ્રગુપ્ત મૌર્ય જ હશે કે નહીં. આ ઉપરાંત ફિલ્મમાં વિક્રમાદિત્ય અને સમુદ્રગુપ્ત જેવા મહાન રાજાઓની વાર્તા પણ જોવા મળી શકે છે. આ પ્રોજેક્ટને ટ્રિલૉજી તરીકે રજૂ કરવાની યોજના છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મની જાહેરાત આ વર્ષે થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK