દીપિકાએ પતિના જન્મદિવસે કે પછી તેની નવી ફિલ્મના ટીઝર માટે પણ શુભેચ્છા આપતી પોસ્ટ ન કરી એટલે આ ચર્ચાને વેગ મળ્યો છે
રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે
રવિવારે રણવીર સિંહની ૪૦મી વર્ષગાંઠ હતી. આ દિવસે જ તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ દિવસે રણવીરના ફૅન્સે તેને જન્મદિવસની તેમ જ ફિલ્મના ટીઝર-લૉન્ચની ઢગલાબંધ શુભેચ્છા આપી હતી. જોકે પત્ની દીપિકાએ આ દિવસે રણવીર માટે ન તો કોઈ પોસ્ટ કરી કે ન કોઈ પ્રતિક્રિયા આપી. દીપિકાના આ વર્તનને કારણે સોશ્યલ મીડિયામાં તેમની વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે રણવીર અને દીપિકાના કેટલાક ફૅન્સ આ ચર્ચાને પાયા વગરની માનીને વળતી દલીલ કરે છે કે જરૂરી નથી કે દરેક લાગણી ઑનલાઇન વ્યક્ત કરવામાં આવે અને કેટલાક લોકો જો ખુશ હોય તો પણ તેઓ પોતાના જીવન વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા નથી.

