° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


રણવીર સિંહની ફિલ્મ 83 આ ક્રિસમસમાં થશે રિલીઝ

26 September, 2021 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતની 1983ના વર્લ્ડ કપમાં જીત પર આધારિત બહુપ્રતીક્ષિત ફિલ્મ 83 આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે.

રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે. તસવીર/એએફપી

રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે. તસવીર/એએફપી

ભારતની 1983ના વર્લ્ડ કપમાં જીત પર આધારિત બહુપ્રતીક્ષિત ફિલ્મ 83 આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે. કોરોનાને કારણે ગયા વર્ષે એપ્રિલથી ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો છે,

ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા ભજવી રહેલા મુખ્ય અભિનેતા રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મ રિલીઝ થવાની પુષ્ટિ કરી છે. તેણે એમ પણ કહ્યું કે મલ્ટીસ્ટારર ફિલ્મ ભારતમાં પાંચ અલગ અલગ ભાષાઓમાં રિલીઝ થશે. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું હતું કે “આ સમય છે. 83 સિનેમાસ આ ક્રિસમસમાં આવશે. તે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. #Thisis83”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણ પણ કપિલ દેવની પત્નીની ભૂમિકામાં ફિલ્મનો ભાગ છે જ્યારે બાકીની સ્ટારકાસ્ટ પણ શાનદાર છે જે 25 જૂન, 1983 ના રોજ લોર્ડ્સ ખાતે ઇતિહાસ રચનારી ટીમના વિવિધ ખેલાડીઓનું પાત્ર ભજવશે. અભિનેતા પંકજ ત્રિપાઠી પણ ટીમ મેનેજરના પાત્રમાં જોવા મળશે.

સ્પષ્ટપણે, સમગ્ર બોલિવૂડ અને મહારાષ્ટ્રના લોકો થિયેટરો ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા અને રાજ્ય સરકારે શનિવારે આની જાહેરાત કરી હતી. દિવાળીના બે સપ્તાહ પહેલા 22 ઓક્ટોબરથી તમામ થિયેટરો ફરી ખુલશે અને મહારાષ્ટ્ર આવકની દ્રષ્ટિએ બોલિવૂડમાં મોટું યોગદાન આપે છે તે જોતાં, તે દરેક માટે આવકારદાયક નિર્ણય હતો.

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની સૂર્યવંશી દિવાળીમાં રિલીઝ થવાની છે અને સાથે હવે મોટી રિલીઝ બહુપ્રતિક્ષિત 83-એ પણ દેશભરમાં રિલીઝ માટે ક્રિસમસનો સામે પસંદ કર્યો છે.

26 September, 2021 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Dussehra 2021: અમિતાભ બચ્ચનથી લઈ હેમા માલિની સુધીના સેલેબ્સે આ રીતે કરી ઉજવણી

દશેરાના પર્વ પર બૉલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને શુભેચ્છા પાઠવી છે.

15 October, 2021 06:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સારી કન્ટેન્ટ સાથે સારા ઍક્ટર્સ અને ડિરેક્ટર્સની જરૂર હોય છે : નવાઝુદ્દીન

નવાઝુદ્દીનને ‘સિરિયસ મૅન’ માટે ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું છે

15 October, 2021 05:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રામાયણ’ બાદ વધુ એક પૌરાણિક ફિલ્મ બનાવી શકે છે નિતેશ તિવારી

તાજેતરમાં જ સત્યમનું પુસ્તક ‘ધ વિલ્ડર ઑફ ધ ત્રિશૂલ’ને નિતેશ તિવારીએ રિલીઝ કર્યું હતું

15 October, 2021 05:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK