ફોટોગ્રાફર્સ દીકરી દુઆને ક્લિક ન કરી શકે એ માટે રણવીર સિંહે તેમને આડો હાથ રાખીને પાછળ ધકેલ્યા
રણવીર સિંહ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રજાઓ માણવા માટે ન્યુ યૉર્ક ગયાં હતાં અને હાલમાં ત્યાંથી પરત આવ્યા ત્યારે તેઓ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. ઍરપોર્ટથી બહાર નીકળતી વખતે દીપિકા અને રણવીરે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આ પછી ફોટોગ્રાફર્સ તેમની સાથે-સાથે તેમની કાર સુધી પહોંચી ગયા હતા. આ સમયે રણવીરે કારની અંદર રહેલી દીકરી દુઆને ફોટોગ્રાફર્સ ક્લિક ન કરી શકે એ માટે આડો હાથ રાખીને ફોટોગ્રાફર્સને પાછળ ધકેલ્યા હતા અને સતત તેમને તસવીરો ક્લિક ન કરવાની અપીલ કરી હતી. આમ પ્રોટેક્ટિવ પપ્પા તરીકે રણવીરના પ્રયાસો ફળ્યા હતા અને ફોટોગ્રાફર્સ દુઆની તસવીર ક્લિક કરી શક્યા નહોતા.


