આ રિસેપ્શનમાં માત્ર આમંત્રિત મહેમાનોને એન્ટ્રી આપવામાં આવી હતી અને એન્ટ્રી માટે યુનિક વન ટાઇમ યુઝેબલ QR કોડ જરૂરી હતો
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા
૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાયેલા નવદંપતી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું ગઈ કાલે હૈદરાબાદમાં હોટેલ તાજ ક્રિશ્નામાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બન્ને પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યાં હતાં. રિસેપ્શનમાં રશ્મિકાએ લાલ રંગની સાડી પહેરી હતી જ્યારે વિજયે પરંપરાગત આઇવરી રંગની ધોતી પહેરવાનું પસંદ કર્યું હતું.
આ રિસેપ્શનમાં માત્ર આમંત્રિત મહેમાનોને એન્ટ્રી આપવામાં આવી હતી અને એન્ટ્રી માટે યુનિક વન ટાઇમ યુઝેબલ QR કોડ જરૂરી હતો. આ સિવાય પોલીસની સલાહ અને સુરક્ષાને કારણે ગેસ્ટ-લિસ્ટ ઘટાડી દેવામાં આવ્યું હતું. કોઈને પણ QR કોડ કે ઇન્વિટેશન વગર ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી. રશ્મિકા અને વિજયના રિસેપ્શનના આમંત્રિતોમાં તેલુગુ, હિન્દી, તામિલ, કન્નડા, મલયાલમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ, પૉલિટિકલ લીડર્સ અને બિઝનેસની દુનિયાના દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રિસેપ્શન ખૂબ જ સુરક્ષિત અને એક્સક્લુઝિવ રાખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
રશ્મિકાએ પતિ વિજયને ભરાવ્યા કોળિયા, ફૅન્સને પીરસ્યું ભોજન
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ૨૬ ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી બન્ને સજોડે અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લઈ રહ્યાં છે અને હાલમાં જ બન્ને પોતાના ફૅન્સને મળ્યાં હતાં. રશ્મિકા અને વિજયનાં લગ્ન બાદ ફૅન્સ સાથેની આ પહેલી મુલાકાત હતી. હૈદરાબાદની એક હોટેલમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન બન્નેએ ચાહકો સાથે ખાસ ક્ષણો વિતાવી હતી. સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવેલા આ વિડિયોમાં જોવા મળે છે કે રશ્મિકા પોતાના હાથથી વિજયને ભોજન કરાવે છે અને ત્યાર બાદ બન્ને મળીને ચાહકોને ભોજન પીરસતાં પણ નજરે પડે છે. આ વિડિયોમાં બન્ને પોતાના ચાહકો સાથે વાતચીત કરતાં અને તસવીરો ક્લિક કરાવતાં જોવા મળે છે. આમ લગ્ન પછી રશ્મિકા અને વિજય સતત પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે જેનાથી તેમની લોકપ્રિયતા વધુ મજબૂત બની રહી છે.
