Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરી સાથે બાર જ્યોતિર્લિંગની યાત્રા બહુ જલદી પૂરી કરશે રવીના : ભીમાશંકર મંદિરે જઈ આશીર્વાદ લીધા

દીકરી સાથે બાર જ્યોતિર્લિંગની યાત્રા બહુ જલદી પૂરી કરશે રવીના : ભીમાશંકર મંદિરે જઈ આશીર્વાદ લીધા

08 May, 2024 06:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પહેલાં તેમણે રામેશ્વરમ, કેદારનાથ અને સોમનાથ જ્યોતિર્લિંગની પણ મુલાકાત લીધી હતી.

રવીના ટંડને તેની દીકરી રાશા સાથે

raveena tondon visits bhimashankar temple with daughter rasha thadani

રવીના ટંડને તેની દીકરી રાશા સાથે


રવીના ટંડને તેની દીકરી રાશા સાથે હાલમાં જ ભીમાશંકર મંદિરે જઈને મહાદેવના આશીર્વાદ લીધા હતા. મમ્મી અને દીકરી બાર જ્યોતિર્લિંગનાં દર્શન કરી રહ્યાં છે. તેઓ થોડા દિવસ પહેલાં જ યંબકેશ્વર અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શને ગયાં હતાં. આ પહેલાં તેમણે રામેશ્વરમ, કેદારનાથ અને સોમનાથ જ્યોતિર્લિંગની પણ મુલાકાત લીધી હતી. રવીનાએ ઇન્સ્ટાગ્રામ પર ઉજ્જૈનમાં આવેલા મહાકાલ અને વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથના દર્શનના ફોટો અને વિડિયો પણ શૅર કર્યા હતા. ભીમાશંકરના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રવીનાએ કૅપ્શન આપી હતી કે ‘બોલો મહાદેવ મહારાજ કી જય. ૧૨ જ્યોતિર્લિંગમાંના ભીમાશંકરનાં દર્શન કર્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK