કાંતારાનો આ હીરો હનુમાનદાદાના રોલમાં પણ દેખાવાનો છે
ધ પ્રાઇડ ઑફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મનું પોસ્ટર
મૂળ કન્નડ ફિલ્મ ‘કાંતારા’ માટે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ જીતનારા રિષબ શેટ્ટીની એક પછી એક ધમાકેદાર ફિલ્મોની જાહેરાત થઈ રહી છે. રિષભ શેટ્ટીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ‘ધ પ્રાઇડ ઑફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ની જાહેરાત કરી છે. આ હિન્દી ફિલ્મમાં રિષબ શીર્ષક ભૂમિકા ભજવશે. રિષબે એનો ફર્સ્ટ લુક પણ જાહેર કર્યો છે. ૨૦૨૭ની ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મનું ડિરેક્શન સંદીપ સિંહ કરશે. ડિરેક્ટર તરીકે આ તેની પહેલી ફિલ્મ હશે. સંદીપ અત્યાર સુધીમાં ‘અલીગઢ’, ‘સરબજિત’, ‘ભૂમિ’, ‘PM નરેન્દ્ર મોદી’, ‘ઝુંડ’, ‘મૈં અટલ હૂં’, ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યો છે.
રિષબ શેટ્ટીએ થોડા દિવસ પહેલાં જ જાહેર કર્યું હતું કે તે તેલુગુ ફિલ્મ ‘Hanu-Man’ની સીક્વલ ‘જય હનુમાન’માં કામ કરવાનો છે. આ ઉપરાંત તે ‘કાંતારા’ની પ્રીક્વલ એટલે કે અગાઉની વાર્તા કહેતી ‘કાંતારા ઃ અ લેજન્ડ - ચૅપ્ટર 1’ પર પણ કામ કરી રહ્યો છે.