Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પપ્પાએ તેડી દીકરી રાહાને અને આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂર સાથે માર્યાં ગપ્પાં

પપ્પાએ તેડી દીકરી રાહાને અને આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂર સાથે માર્યાં ગપ્પાં

Published : 20 February, 2026 06:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક લગ્નમાં પારિવારિક સમય ગાળતી જોવા મળી આખી ફૅમિલી

પપ્પાએ તેડી દીકરી રાહાને અને આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂર સાથે માર્યાં ગપ્પાં

પપ્પાએ તેડી દીકરી રાહાને અને આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂર સાથે માર્યાં ગપ્પાં


બૉલીવુડના પાવર-કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં એક પારિવારિક લગ્નસમારોહમાં જોવા મળ્યાં હતાં. આ સમયે તેમની સાથે દીકરી રાહા કપૂર, રણબીરની મમ્મી નીતુ કપૂર અને આલિયાની મમ્મી સોની રાઝદાન પણ હતાં. તેઓ એકસાથે જ ફંક્શનના સ્થળે પહોંચ્યાં હતાં. અહીં રણબીરે દીકરી રાહાને તેડી હતી જ્યારે આલિયા અને નીતુ એકબીજા સાથે ગપ્પાં મારતાં જોવા મળ્યાં હતાં.

આલિયા ભટ્ટે પતિ રણબીરની ફિલ્મમાંથી એક્સ-ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણને કઢાવી નાખી?



તેને રણવીર સિંહની પ્રલયમાં કામ કરવાનો ચાન્સ ન મળ્યો એટલે બદલો લીધો હોવાની ચર્ચા


બૉલીવુડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તેમ જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ગણતરી પાવર-કપલ તરીકે થાય છે. થોડા સમય પહેલાં રણબીર કપૂરે ફૅન્સ સાથે કરેલા એક લાઇવ સેશનમાં જણાવ્યું હતું કે તે આર. કે. પ્રોડક્શન્સના બૅનર હેઠળ એક ફિલ્મ ડિરેક્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ પછી રિપોર્ટ હતો કે રણબીર ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં ભૂતપૂર્વ પ્રેમિકા દીપિકાને લીડ ઍક્ટ્રેસ તરીકે સાઇન કરવાના પ્લાનિંગમાં છે. જોકે હવે ચર્ચા છે કે રણબીરની પત્ની આલિયાએ હવે યેનકેન પ્રકારે પતિની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાંથી દીપિકાને કઢાવી નાખી છે. આ મામલે સોશ્યલ મીડિયામાં જે ચર્ચા છે એમાં દાવો કરવામાં આવ્યો છે કે આલિયા હકીકતમાં રણવીર સિંહના પ્રોડક્શનમાં બનનારી ‘પ્રલય’માં કામ કરવા ઇચ્છતી હતી. તેણે પોતાની આ ઇચ્છા રણવીર સમક્ષ મૂકી પણ હતી છતાં તેને ફિલ્મમાં લેવામાં આવી નહોતી. આ કારણે હવે આલિયાએ બદલો લઈને રણબીરની ફિલ્મમાંથી દીપિકાને કઢાવી નાખી છે એવી ચર્ચા છે.

રણવીર સિંહે શું કામ પ્રલયમાં ન લીધી આલિયા ભટ્ટને?


આલિયા ભટ્ટ અને રણવીર સિંહે અગાઉ ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં કામ કર્યું હતું. ચર્ચા છે કે આ ફિલ્મ દરમ્યાન આલિયાએ મજબૂત પબ્લિસિટી સ્ટ્રૅટેજી અપનાવી હતી જેથી બધાનું ધ્યાન માત્ર તેના પર રહે. આ ફિલ્મ માટે આલિયાને અનેક અવૉર્ડ મળ્યા, જ્યારે રણવીરને પૂરતી ક્રેડિટ નહોતી મળી. રણવીરને આલિયાનું આવું વર્તન પસંદ ન પડવાને કારણે તેને ‘પ્રલય’ માટે સિલેક્ટ ન કરવામાં આવી હોવાની ચર્ચા છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK