સઈ પલ્લવીએ એ વાતનો ઇનકાર કર્યો છે કે તે આ રોલ માટે વેજિટેરિયન બની ગઈ છે
સઈ પલ્લવી
રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘રામાયણ’માં સીતામાતાનો રોલ ભજવતી દક્ષિણની અભિનેત્રી સઈ પલ્લવીએ એ વાતનો ઇનકાર કર્યો છે કે તે આ રોલ માટે વેજિટેરિયન બની ગઈ છે. આ વાતથી સઈ એટલીબધી ભડકી ગઈ છે કે તેણે આવી અફવા ફેલાવનારા લોકો સામે લીગલ ઍક્શન લેવાની ધમકી આપી છે.