બન્ને કલાકારોની ગરદનના પાછળના ભાગે એકસરખાં દેખાતાં ટૅટૂ જોવાં મળ્યાં હતાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
‘સૈયારા’ સ્ટાર અહાન પાંડે અને અનીત પડ્ડાની નિકટતા હવે ઓપન સીક્રેટ છે. બન્નેએ ક્યારેય તેમની રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો પણ તેમની નિકટતા તેમના સંબંધોને કન્ફર્મ કરી જ દે છે. હાલમાં તેમના કથિત મૅચિંગ ટૅટૂએ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. તાજેતરમાં વાઇરલ થયેલી કેટલીક તસવીરોમાં બન્ને કલાકારોની ગરદનના પાછળના ભાગે એકસરખાં દેખાતાં ટૅટૂ જોવાં મળ્યાં હતાં. જોકે તસવીરોના આધારે ટૅટૂની ચોક્કસ ડિઝાઇન કે એનો અર્થ સ્પષ્ટ રીતે જાણી શકાયો નથી.
