Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્વચ્છ હવા હવે વૈભવ જેવી લાગવા માંડી છે

સ્વચ્છ હવા હવે વૈભવ જેવી લાગવા માંડી છે

Published : 27 February, 2026 11:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૈયામી ખેરે મુંબઈની બગડતી હવાની ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી

સૈયામી ખેર

સૈયામી ખેર


સૈયામી ખેરે સોશ્યલ મીડિયા પર મુંબઈની બગડતી હવાની ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેણે અત્યારના વાતાવરણની તુલના કોવિડ-૧૯ મહામારી સાથે કરતાં કહ્યું હતું કે એ વખતે વાઇરસ જીવલેણ હતો, જ્યારે હવે તો હવા જ જીવ માટે જોખમ બની રહી છે. 

સૈયામીએ દરિયાકાંઠે માસ્ક પહેરેલી પોતાની તસવીર શૅર કરીને લખ્યું, ‘દાયકાથી હું રોજ સવારે કાર્ટર રોડ પર દોડવા જતી હતી અને દરિયાની ઠંડી હવા સાથે પ્રેમ થઈ ગયો હતો. હવે દોડવા જતાં પહેલાં માસ્ક પહેરવો પડે છે. એ મને મહામારીના દિવસોની યાદ અપાવે છે. ફરક એટલો જ છે કે હવે હવામાં કોઈ વાઇરસ નથી, પરંતુ હવા પોતે જ જીવલેણ બની શકે છે. સ્વચ્છ હવા હવે વૈભવ જેવી લાગવા લાગી છે. ઘરનાં દરવાજા-બારીઓ બંધ રાખવાં પડે છે. ઍર-પ્યુરિફાયર ખરીદ્યું છે. દરિયાકાંઠે દોડવાની જગ્યાએ હવે ટ્રેડમિલ પર દીવાલ સામે જોઈને દોડવું પડે છે અને છતાં પણ પૂરતું લાગતું નથી. દોડવાથી મારું મન શાંત થાય છે, મને અંદરથી રિપેર કરે છે; પરંતુ હવે એ જ ક્રિયા મને ધીમે-ધીમે નુકસાન પહોંચાડતી હોય એવું લાગે છે. વર્ષોની મહેનત અને અનુશાસનને પ્રદૂષણ દરેક શ્વાસ સાથે ખંડિત કરી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK