સલમાન ખાને ફૅન્સને કહ્યું કે મને લાગે છે કે જ્યારે હું રડું છું ત્યારે તમે હસો છો
રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હૉલીવુડના અભિનેતા જૉની ડેપ સાથે સલમાન ખાન.
સલમાન ખાને હાલમાં જેદ્દાહમાં યોજાયેલા રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. અહીં ફૅન્સ સાથેની એક વાતચીત દરમ્યાન સલમાને કહ્યું હતું કે તે પોતાની જાતને મહાન ઍક્ટર નથી માનતો, તે ઇમોશનલ દૃશ્યોમાં રડે છે ત્યારે ફૅન્સ તેને જોઈને હસતા હોય છે.
ફૅન્સ સાથેની વાતચીત દરમ્યાન સલમાને કહ્યું હતું કે ‘આ પેઢીમાંથી તો ઍક્ટિંગની આવડત જ ચાલી ગઈ છે એટલે મને નથી લાગતું કે હું કોઈ બહુ જ કમાલનો ઍક્ટર છું. તમે મને કંઈ પણ કરતાં જોઈ શકો છો, પણ ઍક્ટિંગ કરતાં નહીં. હું તો જે ફીલ થાય છે એ પ્રમાણે જ કરું છું. બસ એટલું જ. ક્યારેક-ક્યારેક જ્યારે હું રડું છું ત્યારે મને લાગે છે કે તમે લોકો મને જોઈને હસો છો.’


