Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિકવરીના વિવિધ પર્યાય શોધી રહેલી સમન્થા થઈ ટ્રોલ

રિકવરીના વિવિધ પર્યાય શોધી રહેલી સમન્થા થઈ ટ્રોલ

07 May, 2024 05:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થાએ ટૉવેલમાં બેસીને આ થેરપી લેતી હોવાનો ફોટો શૅર કર્યો હતો.

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રૂથ પ્રભુ માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે અને એની સારવાર પણ તે લઈ રહી છે. જોકે તે રિકવર થઈ રહી છે. તેણે ઇન્ફ્રારેડ સૉનાનો થેરપી તરીકે ઉપયોગ કર્યો છે. સમન્થાએ ટૉવેલમાં બેસીને આ થેરપી લેતી હોવાનો ફોટો શૅર કર્યો હતો. તેને જોતાં લોકોએ તેને ટ્રોલ કરવા માંડી છે. જોકે તેણે પછીથી એ ફોટો ડિલીટ કરી નાખ્યો હતો. આ થેરપીમાં પારંપરિક સૉનાની જેમ હાઇ ટેમ્પરેચરનો ઉપયોગ નથી કરવામાં આવતો. ઇન્ફ્રારેડ સૉનામાં ઓછી ગરમીનો ઉપયોગ કરીને શરીરને વૉર્મ રાખવામાં આવે છે. એ થેરપીનો લાભ જણાવતાં ઇન્સ્ટાસ્ટોરી પર સમન્થાએ કૅપ્શન આપી હતી, ‘હું સતત રિકવરી માટે વિવિધ પર્યાય શોધી રહી છું. મસલ્સમાં સર્ક્યુલેશન વધે છે, મેટાબોલિઝમ વધે છે, બૉડી-ફૅટ ઘટાડે છે, એનર્જી વધારે છે, બૉડીને ડિટૉક્સિફાય કરે છે, સ્કિનને તરોતાજા રાખે છે, સ્ટ્રેન્ગ્થ વધારે છે, પરસેવો બહાર કાઢે છે, જૉઇન્ટ્સ અને મસલ્સના દર્દને ઘટાડે છે અને ફ્લેક્સિબિલિટી વધારે છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 05:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK