Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું લાંબા સમયથી મમ્મી બનવા ઇચ્છતી હતી, સમન્થા રુથ પ્રભુએ પોતાનો પ્રેગ્નન્સીનો અનુભવ જણાવ્યો

હું લાંબા સમયથી મમ્મી બનવા ઇચ્છતી હતી, સમન્થા રુથ પ્રભુએ પોતાનો પ્રેગ્નન્સીનો અનુભવ જણાવ્યો

Published : 20 July, 2026 02:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થાએ પોતાના પ્રેગ્નન્સીના અનુભવ વિશે વાત કરી છે. સમન્થાએ કહ્યું ‘આ બધું મારા માટે નવું અને ખૂબ જ રોમાંચક છે, પણ હું લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહી હત હું હંમેશાંથી મમ્મી બનવા ઇચ્છતી હતી અને હવે આ સફરમાં હું મારું સંપૂર્ણ મન અને હૃદય લગાવી દઈશ.

સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુ


સમન્થા રુથ પ્રભુ અને તેના ફિલ્મમેકર પતિ રાજ નિદિમોરુએ જૂન મહિનામાં પ્રેગ્નન્સીની ખુશખબર શૅર કરી હતી. આ પછી સમન્થા પોતાની ફિલ્મ ‘મા ઇન્ટી બંગારમ’ની સફળતાની ઉજવણી દરમ્યાન પહેલી વખત બેબી-બમ્પ સાથે જાહેરમાં જોવા મળી હતી. હવે સમન્થાએ પોતાના પ્રેગ્નન્સીના અનુભવ વિશે વાત કરી છે. સમન્થાએ પોતાના જીવનના આ તબક્કા વિશે વાત કરતાં કહ્યું છે કે ‘આ બધું મારા માટે નવું અને ખૂબ જ રોમાંચક છે, પણ હું લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી. હું હંમેશાંથી મમ્મી બનવા ઇચ્છતી હતી અને હવે આ સફરમાં હું મારું સંપૂર્ણ મન અને હૃદય લગાવી દઈશ. હું હંમેશાં મારા જીવન પ્રત્યે ખૂબ જ ઉત્સાહી રહી છું, પણ હવે મને નવી શક્તિ અને નવો હેતુ મળ્યાનો અનુભવ થાય છે. હું આ સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છું અને દરરોજ કંઈક નવું શીખી રહી છું.’

 


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK