Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ મેકર સંગીત સિવાનનું 65ની વયે નિધન, બૉલીવૂડના અભિનેતાઓએ વ્યક્ત કર્યો શોક

ફિલ્મ મેકર સંગીત સિવાનનું 65ની વયે નિધન, બૉલીવૂડના અભિનેતાઓએ વ્યક્ત કર્યો શોક

08 May, 2024 08:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sangeeth Sivan Passed Away: બુધવારે એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન સંગીત સિવાનનું નિધન થયું હતું, પણ તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવું નથી.

સંગીત સિવાન

સંગીત સિવાન


કી હાઇલાઇટ્સ

  1. સંગીત સિવાનનું મુંબઈની એક ખાનગી હૉસ્પિટલમાં નિધન થયું હતું.
  2. સંગીત સિવાનની માલિયાલમ ફિલ્મ `યોધ્ધા` સૌથી પ્રખ્યાત થઈ હતી.
  3. સંગીત સિવાનના નિધન પર બૉલિવૂડના કલાકારોએ શોક વ્યક્ત કર્યો હતો.

મલયાલમ અને હિન્દી સિનેમામાં અનેક ફિલ્મો આપવા માટે જાણીતા ડિરેક્ટર-સિનેમેટોગ્રાફર સંગીત સિવાનનું (Sangeeth Sivan Passed Away) 65 વર્ષની ઉંમરે અવસાન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બુધવારે એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન સંગીત સિવાનનું મૃત્યુ થયું હતું, પણ તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવું નથી. ફિલ્મ નિર્માતા સંગીત સિવાનની એક સુપર હીટ ફિલ્મ ‘યોધ્ધા’માં અભિનેતા મોહનલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સંગીત સિવાનની બીજી ફિલ્મ હતી તેમ જ આ ફિલ્મને મલયાલમ સિનેમામાં એક જેમ તરીકે ગણવામાં આવે છે.




ડિરેક્ટર સંગીત સિવાનને પોતાની અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી હતી અને તેમણે છેલ્લે `ભ્રમ` નામની એક ટીવી સીરિઝનું ડિરેક્ટ કરી હતી. તેમ જ બૉલિવૂડને ‘આપના સપના મની મની’ જેવી અનેક મસાલા ફિલ્મો પણ આપી છે. સંગીત સિવાનના નિધનને લઈને ફિલ્મ જગતના (Sangeeth Sivan Passed Away) એનક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતા રિતેશ સની દેઓલ, રિતેશ દેશમુખ અને તુષાર કપુરે સોશિયલ મીડિયા પર સંગીત સિવાનના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો.

સંગીત સિવાનનો ફોટો શેર કરીને અભિનેતા સની દેઓલે લખ્યું હતું કે, “મારા પ્રિય મિત્ર સંગીત સિવાન નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો, વિશ્વાસ નથી કરી શકતો કે હવે તમે અમારી વચ્ચે નથી, પરંતુ તમે હંમેશા અમારા હૃદય અને યાદોમાં અમારી સાથે રહેશો. ઓમ શાંતિ મારા મિત્ર, તમારા પરિવારને તમારી ખોટ દૂર કરવાની શક્તિ મળે.”


સંગીત સિવાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘અપના સપના મની મની’માં જોવા મળેલા રિતેશ દેશમુખે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "સંગીત સિવાન સર હવે નથી રહ્યા એ જાણીને ખૂબ જ દુઃખ થયું અને આઘાત લાગ્ય. એક ન્યુ કમર તરીકે તમે ઈચ્છો છો કે કોઈ વ્યક્તિ તમારા પર વિશ્વાસ રાખે. ‘ક્યા કૂલ હૈ હમ અને અપના સપના મની મનીમાં મને કામ આપવા માટે હું તેમનો આભાર માની શકતો નથી. આજે મારું હૃદય તૂટી ગયું છે, તેમના પરિવાર અને પ્રિયજનો, તેમની પત્ની, બાળકો, ભાઈઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું તમને યાદ કરીશ”.

તેમ જ અભિનેતા તુષાર કપૂરે પણ સંગીત સિવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તુષાર કપૂરે સંગીત સિવાન સાથે ‘કૂલ હૈ હમ’માં પણ કામ કર્યું છ. તુષાર કપૂરે (Sangeeth Sivan Passed Away) શોક વ્યક્ત કરતાં કહ્યું “હું અત્યારે જે અનુભવું છું તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી…. એક પ્રકારના માર્ગદર્શક, મને #KyakoolHainHum સાથે કોમેડી ફિલ્મોનો પરિચય કરાવનાર વ્યક્તિ હવે નથી રહ્યા! સંગીતજી, મને તાજેતરમાં તમારી સાથે ફરીથી કામ કરવાનું સન્માન મળ્યું છે પરંતુ આ દુઃખદ સમાચારના આઘાતથી બહાર આવતા મને ઘણો સમય લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 08:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK