° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


ભારતમાં સેક્સના વિષય પર ચર્ચા કરતાં લોકો હજી પણ અચકાય છે : સાન્યા મલ્હોત્રા

21 October, 2021 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સાન્યા મલ્હોત્રા કહે છે ‘મને પર્ફોર્મ કરવું ગમે છે. પછી એ ફિલ્મ, વેબ-શો કે કોઈ પણ પ્લૅટફૉર્મ કેમ ન હોય’

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે ભારતમાં આજે પણ લોકો સેક્સના વિષય પર ચર્ચા કરતાં શરમ અનુભવે છે. જોકે તેનું માનવું છે કે સિનેમાને કારણે આ મુદ્દા પર હવે મુક્તપણે ચર્ચા થાય છે. તેનો ઑડિયો પર આધારિત શો ‘સસુરાલ વન્ડરફુલ’માં તે આશિમાનું પાત્ર ભજવી રહી છે. શોમાં તેની સાથે વરુણ શર્મા છે. તેની સાથે સાન્યાનાં લગ્ન થાય છે. લગ્ન બાદ તેને જાણ થાય છે કે તેનો હસબન્ડ વરુણ અને તેનો પરિવાર સેક્સ ક્લિનિક ચલાવે છે. આ વાતની જાણ થતાં તે ચોંકી જાય છે. સેક્સ વિષય વિશે સાન્યાએ કહ્યું કે ‘આને ખરેખર એક કલંક માનવામાં આવે છે. જોકે ફિલ્મો, સિનેમા અને અન્ય પ્લૅટફૉર્મને કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે. મને લાગે છે કે આવી સ્ટોરીની ડિમાન્ડ વધતાં ક્રીએટર્સ પણ ‘સસુરાલ વન્ડરફુલ’ જેવા શો બનાવે છે. મને આશા છે કે આ શો દ્વારા થોડી ઘણી વસ્તુઓમાં પરિવર્તન લાવી શકીશું. સાથે જ કેટલાક લોકોને પ્રેરણા પણ મળશે કે તેઓ સેક્સ સંબંધિત વિષયોને લઈને સહજતાથી ચર્ચા કરી શકશે. મને એવો ભરોસો છે કે ‘સસુરાલ વન્ડરફુલ’માં મારું પાત્ર આશિમા આપણા સમાજનું પ્રતિબિંબ દેખાડશે. શોમાં તે બુદ્ધિશાળી છે અને સેક્સ વિશે ચર્ચા કરવાનું તેને ગમતું નથી. તેને જ્યારે જાણ થાય છે કે તેનું સાસરિયાં અને હસબન્ડ સેક્સ ક્લિનિક ચલાવે છે ત્યારે તે ચોંકી જાય છે. જોકે ત્યાર બાદ તેને જાણ થાય છે કે આ તો એક કુદરતી વસ્તુ છે. એના વિશે ચર્ચા કરવી પણ સહજ છે. એથી મને લાગે છે કે લોકો તેની અને તેની જર્ની સાથે કનેક્ટ થઈને સેક્સ વિશે ચર્ચા કરવામાં શરમાશે નહીં. પછી ભલે તે એવી જ રહે કે બદલાય છે કે નહીં એનાથી કોઈ ફરક નહીં પડે.’

21 October, 2021 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પંજાબમાં પ્રદર્શનકારીઓએ કંગનાની કારને રોકી, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું..

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

03 December, 2021 06:31 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

03 December, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સમીર સોની બન્યો લેખક

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે.

03 December, 2021 01:48 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK