ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દસાનીએ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી અને તે પણ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.
‘મીનાક્ષી સુંદરેશ્વર’ બહુ જલદી લઈને આવશે સાન્યા
સાન્યા મલ્હોત્રા અને અભિમન્યુ દસાનીની ‘મીનાક્ષી સુંદરેશ્વર’ને પાંચ નવેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. વિવેક સોની દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને કરણ જોહરના ધર્મેટિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રિલેશનશિપ, જૉઇન્ટ ફૅમિલી, નવાં મૅરેજમાં આવતી ઑક્વર્ડનેસ અને લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપની પણ વાત કરવામાં આવશે. ‘દંગલ’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર સાન્યાએ ‘શકુંતલા દેવી’, ‘લુડો’ અને ‘પગલૈટ’માં કામ કર્યું છે. ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દસાનીએ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી અને તે પણ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

