અલ્લુ અર્જુનના જન્મદિવસ પર તેની આવનારી ફિલ્મ ‘રાકા’નો તેનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો
રાકાનો ફર્સ્ટ લુક જોઈને શાહરુખ ખાન થયો સુપર ઇમ્પ્રેસ
અલ્લુ અર્જુનના જન્મદિવસ પર તેની આવનારી ફિલ્મ ‘રાકા’નો તેનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનના ફૅન્સ અને મિત્રોની સાથે-સાથે શાહરુખ ખાને પણ ‘રાકા’ના ફર્સ્ટ લુકની પ્રશંસા કરી છે. આ ફિલ્મ શાહરુખને ‘જવાન’માં ડિરેક્ટ કરનારો ઍટલી બનાવી રહ્યો છે.
શાહરુખે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં અલ્લુ અર્જુનને તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવીને ‘રાકા’ના ફર્સ્ટ લુકની પ્રશંસા કરી અને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી.
ADVERTISEMENT
શાહરુખે પોતાના સંદેશમાં લખ્યું કે ‘હૅપી બર્થ-ડે અલ્લુ અર્જુન, પોસ્ટર ખૂબ જ રસપ્રદ અને શાનદાર છે, બિલકુલ તમારી જેમ. તમે લોકોએ શું તૈયાર કર્યું છે એ જોવા માટે હું આતુર છું. ઍટલીના શબ્દોમાં કહું તો આ અનુભવ ‘માસ અપીલ’ કરનારો રહેશે. ‘રાકા’ ખૂબ જ એક્સાઇટિંગ લાગી રહી છે, ઑલ ધ બેસ્ટ.’
