ફિલ્મની રિલીઝના બરાબર બે મહિના પહેલાં શાહરુખ ખાને લૉન્ચ કર્યો કાઉન્ટડાઉન વિડિયો
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ઍક્શન ફિલ્મ ‘કિંગ’ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝના બરાબર બે મહિના પહેલાં શનિવારે શાહરુખે આ ફિલ્મના કાઉન્ટડાઉન વિડિયો જેવું નવું ૧૭ સેકન્ડનું ટીઝર લૉન્ચ કર્યું છે. આ ટીઝરમાં તે એકદમ રફ અને ખૂંખાર લુકમાં જોવા મળી રહ્યો છે. ‘કિંગ’ના નવા વિડિયોમાં શાહરુખના નાક પરથી લોહી વહી રહ્યું છે અને તેણે દાંત વચ્ચે બાદશાહનું પત્તું દબાવી રાખ્યું છે. કાઉન્ટડાઉન વિડિયોમાં ‘પિક્ચર અભી બાકી હૈ, ‘કિંગ’ અકેલા કાફી હૈ` જેવી ટૅગલાઇન લખેલી જોવા મળે છે. આ ટીઝરમાં શાહરુખ જબરદસ્ત ઍક્શન કરતો દેખાય છે. આ વિડિયો સાથેની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે: ‘રાહ જોવાની ઘડીઓ ગણાઈ રહી છે. ગર્જના વધુ તેજ બની રહી છે. બે મહિના પછી ૨૪ ડિસેમ્બરે થિયેટરમાં જુઓ ‘કિંગ’. ક્રિસમસ ૨૦૨૬ના વ્યસ્ત સમયગાળા દરમ્યાન રિલીઝ થનારી આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર હૉલીવુડની મોટી ફિલ્મો ‘ઍવેન્જર્સ : ડૂમ્સડે’ અને ‘ડ્યુન 3’ સાથે ટક્કર લેવી પડશે.
