પંકજ કપૂરની દીકરી અને ઍક્ટ્રેસ સના કપૂરે શનિવારે મોડી રાત્રે પોતાના પપ્પાના જન્મદિવસની તસવીરો સોશ્યલ મીડિયા પર ચાહકો સાથે શૅર કરી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શાહિદ કપૂરે શુક્રવારે સપરિવાર પિતા પંકજ કપૂરની ૭૨મી વર્ષગાંઠ ઊજવી હતી. આ સેલિબ્રેશનમાં પંકજ કપૂરનાં પત્ની સુપ્રિયા પાઠક તેમ જ તેમનાં સંતાનો પણ જોવા મળ્યાં હતાં. પંકજ કપૂરની દીકરી અને ઍક્ટ્રેસ સના કપૂરે શનિવારે મોડી રાત્રે પોતાના પપ્પાના જન્મદિવસની તસવીરો સોશ્યલ મીડિયા પર ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરોમાં પંકજ કપૂરના આખા પરિવારની સાથે-સાથે તેમનો પ્રથમ પત્ની નીલિમા અઝીમ સાથેનો દીકરો શાહિદ કપૂર, શાહિદની પત્ની મીરા રાજપૂત તેમ જ તેમનાં બાળકો પણ જોવા મળે છે. આ તસવીરોની સાથે સનાએ લખ્યું, ‘ગઈ કાલની ઉજવણી આજના આલબમમાં કેદ થઈ ગઈ છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ પપ્પાને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.’
