મંદિર દર્શન દરમ્યાન તેમણે શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં અને આ મુલાકાત તેમના માટે ખાસ આધ્યાત્મિક અનુભવ બની હતી.
શંકર-એહસાન-લૉયની ત્રિપુટીએ અમેરિકામાં સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈને ટૂરનો કર્યો પ્રારંભ
સંગીતકાર શંકર-એહસાન-લૉયની ત્રિપુટી અમેરિકાની ટૂર પર છે. તેમણે તાજેતરમાં અમેરિકાસ્થિત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈને પોતાની આ ટૂરનો પ્રારંભ કર્યો હતો. મંદિર દર્શન દરમ્યાન તેમણે શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં અને આ મુલાકાત તેમના માટે ખાસ આધ્યાત્મિક અનુભવ બની હતી. આ ગ્રુપમાંથી શંકર મહાદેવને સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને સંદેશ લખ્યો, ‘અમારી ટૂરની શરૂઆત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈને કરવી એ ખરેખર આશીર્વાદરૂપ બની. આ આત્માને સ્પર્શી જતો અનુભવ હતો. અહીંના તમામ સ્વામીઓ અને ભક્તોએ અમારા પર જે પ્રેમ અને સ્નેહ વરસાવ્યો એના માટે હું દિલથી આભાર માનું છું. અમે સૌના આશીર્વાદ લીધા અને આ પવિત્ર ક્ષણ માટે ખૂબ આભારી છીએ. આભાર અને કૃતજ્ઞતા સાથે જય સ્વામીનારાયણ. પૂજ્ય નીલકંઠસેવા સ્વામીનો આભાર, પૂજ્ય પ્રણવમુનિ સ્વામીનો આભાર.’
