Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ દિલ્હીમાં શર્મિલા ટાગોરનું થશે સન્માન

ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ દિલ્હીમાં શર્મિલા ટાગોરનું થશે સન્માન

Published : 19 March, 2026 11:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ભવ્ય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવશે

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર


દિલ્હીમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ દિલ્હી (IFFD)ની શરૂઆત પચીસ માર્ચથી ૩૧ માર્ચ સુધી થવા જઈ રહી છે. આ ભવ્ય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવશે જેમાં વિશ્વભરના સિનેમાનો મહોત્સવ જોવા મળશે. આ વર્ષે ફેસ્ટિવલમાં ૧૦૦થી વધુ દેશોમાંથી કુલ ૨૧૮૭ એન્ટ્રીઓ આવી છે. એમાં ૧૩૭૨ આંતરરાષ્ટ્રીય અને ૮૧૫ ભારતીય ફીચર તેમ જ નૉન-ફીચર ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન સિનેમાજગતના અનેક કલાકારો અને ટેક્નિશ્યન્સના યોગદાનને માન આપવામાં આવશે તેમ જ ઍક્ટ્રેસ શર્મિલા ટાગોરને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. શર્મિલા ટાગોરે આ સન્માન માટે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ફિલ્મ ફેસ્ટિવલ્સ એવા મંચ હોય છે જ્યાં વિશ્વભરનાં સિનેમા એકસાથે જોવા મળે છે. આ ફેસ્ટિવલનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે અને હું અહીં વિવિધ સ્ટોરીનું સેલિબ્રેશન કરવા આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK