ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ સ્પેશ્યલ શોમાં આ ફિલ્મ જોઈને એની ભરપૂર પ્રશંસા કરી
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા
ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને લઈને પહેલેથી જ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ૧૮ માર્ચેથી ફિલ્મના પેઇડ પ્રિવ્યુ કરવામાં આવ્યા હતા અને આજથી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ સ્પેશ્યલ શોમાં આ ફિલ્મ જોઈને એનો પહેલો રિવ્યુ શૅર કર્યો છે અને ફિલ્મની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ નવા સિનેમૅટિક યુગની શરૂઆત છે.
રામ ગોપાલ વર્માએ પોતાના રિવ્યુમાં લખ્યું છે, ‘બૉક્સ-ઑફિસ, ફૅન્સની એક્સાઇટમેન્ટ, સોશ્યલ ઇમ્પેક્ટ અને ઑડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ... બધી રીતે શાનદાર છે. આ ફિલ્મની ઇમ્પૅક્ટ ‘શોલે’ કરતાં ૧૦૦ ગણી વધારે છે. ‘મુગલ-એ-આઝમ’ જેવી ક્લાસિક ફિલ્મો પણ આ ફિલ્મ સામે સામાન્ય લાગે.’
