સંજય ગુપ્તાના નિધનના સમાચારથી ફિલ્મ ઉદ્યોગના લોકો અને તેમના ચાહકો પણ દુઃખી છે. અભિનેતા તુષાર કપૂરે સોશિયલ મીડિયા પર લખ્યું, "મારા પ્રિય દિગ્દર્શક Sanjay Gupta ના અચાનક અને દુઃખદ નિધનના સમાચાર સાથે સવાર થઈ.
સંજય ગુપ્તાનું નિધન
બૉલિવૂડમાંથી દુઃખદ સમાચાર મળ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સંજય ગુપ્તાનું નિધન થયું છે. 30 ઑક્ટોબર, 2026ના રોજ 57 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ `કાંટે`, `શૂટઆઉટ ઍટ વડાલા` અને `કાબિલ` જેવી ફિલ્મો માટે જાણીતા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, ગઈ કાલે રાત્રે સંજય ગુપ્તા તેમના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા, જેના કારણે તેમના માથામાં ઈજા થઈ હતી. પરિવારને આ ઘટનાની જાણ બીજા દિવસે સવાર સુધી થઈ ન હતી; જ્યારે 31 ઑક્ટોબરની સવારે તેમને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.
માથામાં ઈજાને કારણે મૃત્યુ
ADVERTISEMENT
માહિતી મુજબ, આ ઘટના મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાતે ઘરના બાથરૂમમાં પડી જવાથી સંજય ગુપ્તાના માથામાં ઈજા થઈ હતી અને રક્તસ્રાવ શરૂ થયો હતો. ઘટના સમયે ઘરમાં તેમની પત્ની, બે બાળકો અને ઘરકામમાં મદદ કરનાર વ્યક્તિ હાજર હતા, પરંતુ પરિવારના તમામ સભ્યો સૂઈ રહ્યા હતા. સવારે ઘટનાની જાણ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારે કોઈ શંકા વ્યક્ત કરી નથી કે કોઈ ફરિયાદ નોંધાવી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ શરૂ કરવા માટે `આકસ્મિક મૃત્યુ` (accidental death) નો કેસ નોંધ્યો છે. પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
તુષાર કપૂર અને કમાલ આર. ખાને દુઃખ વ્યક્ત કર્યું
Woke up to sad news about the unfortunate and sudden demise of my beloved director @_SanjayGupta …life is so unpredictable, though this man was a lesson learned in living life to the fullest! My deepest condolences to his family, RIP sir!
— Tusshar (@TusshKapoor) October 31, 2026
સંજય ગુપ્તાના નિધનના સમાચારથી ફિલ્મ ઉદ્યોગના લોકો અને તેમના ચાહકો પણ દુઃખી છે. અભિનેતા તુષાર કપૂરે સોશિયલ મીડિયા પર લખ્યું, "મારા પ્રિય દિગ્દર્શક Sanjay Gupta ના અચાનક અને દુઃખદ નિધનના સમાચાર સાથે સવાર થઈ. જીવન કેટલું અનિશ્ચિત છે—છતાં તેઓ એવા વ્યક્તિનું ઉદાહરણ હતા જેઓ ખરેખર જાણતા હતા કે જીવનને સંપૂર્ણ રીતે કેવી રીતે જીવવું! તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તમારી આત્માને શાંતિ આપે, સર!" કમાલ આર. ખાને લખ્યું, "સંજય ભાઈ, તમારી આત્માને શાંતિ મળે. મને વિશ્વાસ નથી આવતો કે તમે અમને છોડીને જતા રહ્યા છો. અમે લગભગ એકાંતરે દિવસે ફિલ્મો અને બૉલિવૂડ વિશે વાત કરતા હતા. તમને દરેક બાબતનું ખૂબ જ ઊંડું જ્ઞાન હતું. સંજય, હું તને ખૂબ પ્રેમ કરું છું અને મને તારી રોજ યાદ આવશે, ભાઈ."
`કાંટે`થી લઈને `મુંબઈ સાગા` સુધીની સિનેમેટિક સફર
પોતાની કારકિર્દી દરમિયાન, સંજય ગુપ્તાએ અનેક ફિલ્મોનું નિર્દેશન અને પ્રોડ્યુસ કર્યું છે. તેમના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં `કાંટે`, `આતિશ`, `રામ શાસ્ત્ર`, `જંગ`, `જઝબા`, `ઝિંદા`, `હમેશા`, `મુસાફિર`, `દસ કહાનિયાં`, `શૂટઆઉટ ઍટ વડાલા`, `કાબિલ`, `મુંબઈ સાગા` અને `ખૌફ`નો સમાવેશ થાય છે. તેમણે `શૂટઆઉટ એટ લોખંડવાલા`, `પ્લાન`, `વુડસ્ટૉક વિલા`, `ઍસિડ ફૅક્ટરી` અને `પંખ` જેવી ફિલ્મોને બનાવી છે.
View this post on Instagram
જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા
થોડા વર્ષો પહેલા, પુણેથી મુંબઈ પરત ફરતી વખતે, સંજય ગુપ્તા એક ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તે સમયે તેઓ પોતે જ કાર ચલાવી રહ્યા હતા અને માંડ-માંડ તેમનો જીવ બચ્યો હતો. તેમના અંગત જીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા; તેમણે તેમની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા, પરંતુ થોડા વર્ષો પછી બન્નેએ ફરીથી લગ્ન કરી લીધા.
