Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની સ્કૂલ બનાવશે દેશના ભાવિ અણુવિજ્ઞાની, શહેરમાં શરૂ કરવામાં આવી પહેલી ન્યુક્લિયર સ્કૂલ

મુંબઈની સ્કૂલ બનાવશે દેશના ભાવિ અણુવિજ્ઞાની, શહેરમાં શરૂ કરવામાં આવી પહેલી ન્યુક્લિયર સ્કૂલ

Published : 31 October, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે યુનિવર્સિટીના વરલી કૅમ્પસમાં યોજવામાં આવેલી ઇન્ડિયન ન્યુક્લિયર સોસાયટી કૉન્ફરન્સ દરમ્યાન યુનિવર્સિટીએ આ સ્કૂલને લૉન્ચ કરી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ન્યુક્લિયર એનર્જી (અણુઊર્જા)નો અભ્યાસ હવે મુંબઈમાં પણ કરી શકાય એવી સ્કૂલ હૈદરાબાદ (સિંધ) નૅશનલ કૉલેજિયેટ (HSNC) યુનિવર્સિટી દ્વારા લૉન્ચ કરવામાં આવી છે. ગુરુવારે યુનિવર્સિટીના વરલી કૅમ્પસમાં યોજવામાં આવેલી ઇન્ડિયન ન્યુક્લિયર સોસાયટી કૉન્ફરન્સ દરમ્યાન યુનિવર્સિટીએ આ સ્કૂલને લૉન્ચ કરી હતી.
યુનિવર્સિટીનાં વાઇસ-ચાન્સેલર ડૉક્ટર હેમલતા બાગલાએ સ્કૂલ-લૉન્ચની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે ‘આ સ્કૂલની શરૂઆત તબક્કાવાર કરવામાં આવી છે. એમાં બૅચલર ઑફ સાયન્સ (BSc) અને માસ્ટર ઑફ સાયન્સ (MSc) પ્રોગ્રામનું શિક્ષણ અપાશે તથા ન્યુક્લિયર સેક્ટરના પ્રોફેશનલને ટ્રેઇનિંગ આપવામાં આવશે. આ માટે યુનિવર્સિટીએ ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC), ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક એનર્જી, ઍટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ સાથે મળીને કામ કરવામાં આવશે.’ 
કાર્યક્રમમાં હાજર ઍટમિક એનર્જી કમિશનના ભૂતપૂર્વ ચૅરપર્સન અનિલ કાકોડકરે જણાવ્યું હતું કે ‘૧૦૦ ગિગાવૉટ (GW) ન્યુક્લિયર એનર્જી પેદા કરવાનું લક્ષ્ય ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે અને એના માટે વધુ ન્યુક્લિયર એનર્જી મેળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રિસર્ચ અને ક્ષમતા વધારવા માટે પણ અથાગ પ્રયત્નો કરવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK