બહેન શ્રદ્ધા કપૂરનાં લગ્નના સમાચાર વિશે ભાઈ સિદ્ધાંતે આપ્યું આવું ફની ફીડબૅક
શ્રદ્ધા કપૂર બૉયફ્રેન્ડ રાહુલ મોદી
છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે શ્રદ્ધા કપૂર તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે અને આ લગ્ન ઉદયપુરમાં થશે. જોકે આ વિશે શ્રદ્ધા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. શ્રદ્ધાના આ ડેસ્ટિનેશન વેડિંગના દાવા વિશે શ્રદ્ધાના ભાઈ સિદ્ધાંત કપૂરે મજેદાર અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. સિદ્ધાંતે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલી પોસ્ટના કમેન્ટ સેક્શનમાં આશ્ચર્ય અને હાસ્યવાળા ઇમોજી સાથે લખ્યું, ‘આ તો મારા માટે પણ ન્યુઝ છે.’
૩૮ વર્ષની શ્રદ્ધા અને ૩૫ વર્ષના રાહુલના સંબંધોની ચર્ચા પહેલી વાર ૨૦૨૪ની શરૂઆતમાં થઈ હતી અને ત્યારે બન્ને મુંબઈમાં એક ડિનર-ડેટ પછી સાથે જોવા મળ્યાં હતાં. જોકે બન્નેએ પોતાના સંબંધોને જાહેરમાં ક્યારેય સ્વીકાર્યા નથી, પરંતુ તેઓ અવારનવાર એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતા જોવા મળે છે. રાહુલ મોદી ફિલ્મ-રાઇટર છે.


