° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 March, 2023


Sidharth-Kiara Wedding : હવે ૬ ફેબ્રુઆરીએ નહીં પણ આ તારીખે લગ્ન કરશે યુગલ

05 February, 2023 06:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લી ઘડીએ બદલી લગ્નની તારીખ : જેસલમેરમાં શરુ થઈ ગયો છે જશ્ન

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

બોલિવૂડ (Bollywood) કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)ના લગ્નનો જશ્ન રાજસ્થાન (Rajasthan)ના જેસલમેર (Jaisalmer)ના સૂર્યગઢ પેલેસ (Suryagarh Palace)માં શરુ થઈ ગયો છે. માનવંતા મહેમાનો પણ પહોંચી ગયા છે. ત્યારે કપલે છેલ્લી ઘડીએ લગ્નની તારીખ બદલી હોવાના અહેવાલ છે. હવે છ ફેબ્રુઆરીને બદલે સિદ્ધાર્થ-કિયારા સાત ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે.

મળતી માહિતી પ્રમાણે હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છ ફેબ્રુઆરીએ નહીં પણ સાત ફેબ્રુઆરીએ લગ્ન કરશે. પહેલા તેઓ છ ફેબ્રુઆરીએ લગ્નબંધનમાં બંધાશે પણ હવે તેઓ સાત ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે. આ પહેલા રવિવારે માત્ર મહેંદી સેરેમની રાખવામાં આવી છે. જેમાં બંને પરિવારો સાથે મળીને રંગત જમાવશે. આ પછી સોમવારે એટલે કે સાત ફેબ્રુઆરીએ દિવસ દરમિયાન હલ્દી વિધિ અને રાત્રે સંગીત સેરેમની થશે. જેના માટે અત્યારથી જ શાનદાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંગીત સંધ્યાને ખાસ બનાવવા માટે બન્ને પરિવારોએ પહેલેથી જ પોતપોતાના પરફોર્મન્સની તૈયારી કરી લીધી છે.

જોકે, લગ્ન સાત તારીખે જ છે કે નહીં તેની હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. રવિવારે સવારથી જ જેસલમેરમાં મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે એટલે અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાત ફેબ્રુઆરીએ લગ્ન કરશે.

આ પણ વાંચો - Sidharth Malhotra - Kiara Advani Wedding : `બ્રાઇડ ટુ બી’ કિયારા અડવાણી પહોંચી જેસલમેર, જુઓ તસવીરો

કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં હાજરી આપવા માટે આજે ઘણા બોલિવૂડ સ્ટાર્સ જેસલમેર પહોંચ્યા છે. કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, શબીના ખાન અને બીજા ઘણા સેલેબ્ઝ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ સિવાય ગઈ કાલે જ બ્રાઇડ-ટુ-બી કિયારા અડવાણી બપોરે જેસલમેર પહોંચી હતી. જ્યારે ગ્રુમ-ટુ-બી સિદ્ધાર્થ ગઈકાલે રાત્રે જેસલમેર પહોંચ્યો હતો. આજે અંબાણી પરિવારની સિક્યોરિટી જેસલમેરમાં જોવા મળતા એવો અંદાજો લગાડવમાં આવી રહ્યો છે કે, અંબાણી પરિવાર પણ આ લગ્નમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ કે, ઈશા અંબાણી અને કિયારા અડવાણી બાળપણી જ બેસ્ટ ફ્રેન્ડ છે.

આ પણ વાંચો - આ દિવસે થશે કિયારા અને સિદ્ધાર્થના લગ્ન, ગેસ્ટ લિસ્ટ તૈયાર, આ છે વેન્યૂ

કિયારા-સિદ્ધાર્થના લગ્નની તૈયારીઓ જેસલમેરમાં જોરશોરથી શરુ થઈ ગઈ છે. બસ આ લગ્નની સહુ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.

05 February, 2023 06:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

`આશિકી` ફેમ Deepak Tijori સાથે 2.6 કરોડની દગાખોરી, મુંબઈમાં FIR દાખલ

બૉલિવૂડ એક્ટર-ડિરેક્ટર દીપક તિજોરી સાથે કરોડો રૂપિયાનું ઠગ અને દગાખોરીની ઘટના સામે આવી છે. `જો જીતા વહી સિકંદર` અને `આશિકી` જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા પામનાર એક્ટરે પોતાના કૉ-પ્રૉડ્યૂસર મોહન નાદર વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ કરીને એફઆઈઆર નોંધાવી છે.

20 March, 2023 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Mumbai પહોંચ્યા બાદ આ એક્ટર બન્યો હતો શાહરુખ ખાનનો સૌથી પહેલો મિત્ર, જાણો કોણ

શાહરુખ ખાને જણાવ્યું કે કોણ શખ્સ હતો, જેણે તેના મુંબઈ આવ્યા બાદ સૌથી પહેલો મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને કંઈક એવું કહ્યું હતું.

20 March, 2023 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

‘નાટુ નાટુ’ના ડાન્સથી રામચરણનું સ્વાગત કર્યું પ્રભુદેવાએ

રામચરણે હવે તેની આગામી ફિલ્મ ‘RC 15’નું શૂટિંગ શરૂ કરી દીધું છે

20 March, 2023 04:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK