આ પોસ્ટ લોકોનાં દિલોને સ્પર્શી ગઈ અને સોશ્યલ મીડિયા પર વાઇરલ બની જેમાં ચાહકોએ વિક્રમ બત્રાની વીરતાની પ્રશંસા કરી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને શહીદ કૅપ્ટન વિક્રમ બત્રા
૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમ્યાન ભારત માટે પોતાનું જીવન-બલિદાન આપનાર શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાની ૨૬મી પુણ્યતિથિ ગઈ કાલે હતી. આ દિવસે ફિલ્મ ‘શેરશાહ’માં વિક્રમ બત્રાનો રોલ ભજવનાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કૅપ્શનમાં લખ્યું કે ‘કૅપ્ટન વિક્રમ બત્રાની વાર્તા આજે પણ આપણને પ્રેરણા આપે છે. આભાર, અમને સાચી શક્તિનો અર્થ શીખવવા બદલ. આજે અમે તમને યાદ કરીએ છીએ, જ્યારે તમે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું.’ આ પોસ્ટ લોકોનાં દિલોને સ્પર્શી ગઈ અને સોશ્યલ મીડિયા પર વાઇરલ બની જેમાં ચાહકોએ વિક્રમ બત્રાની વીરતાની પ્રશંસા કરી.

