તે હવે ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં જોવા મળવાની છે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાને લગ્ન વિશે સવાલ કરવામાં આવતાં તેણે પહેલાં પાર્ટનર પસંદ કરવા દો એવો જવાબ આપ્યો છે. સોનાક્ષીની ‘ડબલ XL’માં જોવા મળેલા તેના કો-સ્ટાર ઝહીર ઇકબાલને તે ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. તેઓ ઘણી વાર સાથે જોવા મળે છે અને સોશ્યલ મીડિયા પર પણ તેમની પોસ્ટને લઈને તેઓ ચર્ચામાં રહે છે. તે હવે ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં જોવા મળવાની છે. આ શોમાં તેની સાથે રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, મનીષા કોઇરાલા, સંજીદા શેખ અને શર્મિન સહગલ જોવા મળી રહી છે. આ શોના એક ગીતના શૂટિંગના દસ દિવસ પહેલાં જ રિચાએ લગ્ન કર્યાં હતાં. અદિતિએ પણ શૂટિંગ પૂરું થતાં જ સગાઈ કરી છે. તેમ જ શર્મિન સહગલે પણ હાલમાં જ લગ્ન કર્યાં છે. રિચાએ શોના શૂટિંગ દરમ્યાન શોના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીને કહ્યું હતું કે આ એક મૅરેજ બ્યુરો જેવું છે. આથી સોનાક્ષીને પણ લગ્ન વિશે પૂછવામાં આવતાં તેણે સવાલને ફગાવતાં મસ્તીમાં જવાબ આપ્યો હતો કે તમારી શુભેચ્છા માટે આભાર. જોકે તેણે પાર્ટનર શોધી કાઢ્યો કે કેમ એ વિશે પૂછતાં સોનાક્ષી કહે છે, ‘મારે પહેલાં પાર્ટનર શોધવો પડશે. ત્યાર પછી હું લગ્ન વિશે જણાવીશ.’