તેઓ ખૂબ જ ઇમોશનલ હતા એથી મેં તેમને પકડીને કહ્યું હતું કે ચિંતા નહીં કરતા, હું કશે નથી જઈ રહી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોનાક્ષી સિંહાએ જ્યારે ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે તેના પિતા શત્રુઘ્ન સિંહાએ તેને સપોર્ટ કર્યો હતો. ઝહીર સાથેની રિલેશનશિપ વિશે જ્યારે પિતાને કહેવાની હતી ત્યારે સોનાક્ષીને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તેના પિતા કેવી રીતે રીઍક્ટ કરશે એ વિશે તે વિચારી રહી હતી. જોકે શત્રુઘ્ન સિંહાએ તેમની દીકરીને કહ્યું હતું કે તેઓ બન્ને પોતાની લાઇફનો નિર્ણય લઈ શકે છે. સોનાક્ષીનાં લગ્નથી તેના ભાઈઓ લવ અને કુશ સિંહા ખુશ ન હોવાની વાતો વચ્ચે શત્રુઘ્ન સિંહા પણ નારાજ હતા એવી ચર્ચા ચાલી હતી. આ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘અવાજ ખાલી બહારનો જ સંભળાય છે અને એનાથી અમને કોઈ ફરક નથી પડતો એટલે અમે એને બંધ કેવી રીતે કરવો એ પણ શીખી ગયા છીએ. અમે બે એકમેકને પ્રેમ કરીએ છીએ અને એમાં ત્રીજી કોઈ પણ વ્યક્તિ કંઈ કહી શકે એમ નથી. તેમ જ અમે ઍક્ટર્સ છીએ. અમે બધા લોકો સાથે સંબંધ ધરાવીએ છીએ. દરેક ધર્મના લાકો સાથે અમે જોડાયેલા છીએ. લગ્નમાં મારા પિતા મારી બાજુમાં ઊભા હતા. તેઓ બહારથી સ્ટ્રૉન્ગ દેખાય છે, પરંતુ એકદમ સૉફ્ટ છે. તેઓ ખૂબ જ ઇમોશનલ હતા એથી મેં તેમને પકડીને કહ્યું હતું કે ચિંતા નહીં કરતા, હું કશે નથી જઈ રહી.’