Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે આલિયા ભટ્ટની મમ્મીએ ઊભો કર્યો વિવાદ

હવે આલિયા ભટ્ટની મમ્મીએ ઊભો કર્યો વિવાદ

Published : 05 November, 2026 11:59 AM | Modified : 05 November, 2026 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બૉલીવુડની અનેક હસ્તીઓ લોકોને આગળ આવીને અપીલ કરી રહી છે કે તેઓ દિવાળીના શુભ અવસરે ફટાકડા ન ફોડે. થોડા દિવસ પહેલાં દિયા મિર્ઝાનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં તેણે ફટાકડાને કારણે ફેલાતા પ્રદૂષણની વાત કરી હતી.

સોની રાઝદાન

સોની રાઝદાન


દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બૉલીવુડની અનેક હસ્તીઓ લોકોને આગળ આવીને અપીલ કરી રહી છે કે તેઓ દિવાળીના શુભ અવસરે ફટાકડા ન ફોડે. થોડા દિવસ પહેલાં દિયા મિર્ઝાનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં તેણે ફટાકડાને કારણે ફેલાતા પ્રદૂષણની વાત કરી હતી. જોકે આ વિડિયોને કારણે દિયાને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. દિયા પછી હવે આલિયાની મમ્મી સોની રાઝદાને ફટાકડા ફોડતા લોકોને દેશવિરોધી ગણાવ્યા છે. જોકે પોતાની આ પોસ્ટ પર કોઈ તેને ટ્રોલ ન કરી શકે એ માટે સોનીએ કમેન્ટ-બૉક્સ બંધ કરી દીધું છે. 

સોનીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘નાનાં બાળકોનાં મમ્મી-પપ્પા તમને જણાવી શકશે કે હવાના પ્રદૂષણને કારણે તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાંય બાળકો બીમારીને કારણે સ્કૂલ જઈ શકતાં નથી. આવી પરિસ્થિતિમાં તમે મને કહો કે દિવાળી પર ફટાકડા ફોડવા યોગ્ય છે તો હું એટલું જ કહીશ કે મને આ બાબત જીવનવિરોધી, સ્વાસ્થ્યવિરોધી અને દેશવિરોધી લાગે છે. સ્વાસ્થ્ય એક પસંદગી છે, જે આપણે આપણાં બાળકો માટે કરીએ છીએ. તો આવો, આપણે સૌ મળીને યોગ્ય પસંદગી કરીએ.’


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK