શનિવારે સાંજે સોશિયલ મીડિયા પર શૅર કરેલા "બસ પ્રેમ" કેપ્શનવાળા એક વીડિયોમાં, સોનુએ કહ્યું, "જ્યારે હું મારું પહેલું ગીત ગાતો હતો, ત્યારે ચારથી પાંચ વિદ્યાર્થીઓનો એક ટોળું હતું જે મને કન્નડમાં ગાવાનું કહી રહ્યા ન હતા, પરંતુ ખરેખર ધમકી આપી રહ્યા હતા.
સોનુ નિગમ (ફાઇલ તસવીર)
દેશમાં અનેક રાજ્યોમાં ફરજિયાત સ્થાનિક ભાષાનો વિવાદ વધી રહ્યો છે. આ વિવાદમાં સામાન્ય લોકોથી લઈને હવે સેલિબ્રિટિ પણ ઘેરાયા હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં બૉલિવૂડનો દિગ્ગજ સિંગર સોનુ નિગમ ભાષા વિવાદમાં ફસાયો છે. બૅંગલુરુ પોલીસે ગાયક સોનુ નિગમ વિરુદ્ધ કન્નડ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર FIR દાખલ કરી છે. આ એફઆઇઆર સિંગરની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ દાખલ કરવામાં આવી છે જ્યારે તેણે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે કન્નડ ચાહકની વિનંતી સાથે જોડી હતી.
View this post on Instagram
ADVERTISEMENT
મીડિયા અહેવાલ મુજબ, કર્ણાટક રક્ષા વેદિકે જૂથ દ્વારા ફરિયાદ બાદ, બૅંગલુરુ, કર્ણાટકના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. કલમ 153 (શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ FIR નોંધવામાં આવી છે. કર્ણાટક રક્ષા વેદિકે (KRV) એ બૅંગલુરુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સોનુ નિગમ પર "કન્નડ અને કન્નડ ભાષા સંઘર્ષની આતંકવાદ અને પહલગામમાં જે બન્યું તેની તુલના" કરવાનો આરોપ મૂક્યો હતો.
View this post on Instagram
ફરિયાદમાં લખ્યું છે કે, "સોનુ નિગમના નિવેદનોથી કન્નડ સમુદાયને ભારે તકલીફ થઈ છે. કન્નડ ગીત ગાવાની એક સરળ સાંસ્કૃતિક વિનંતીને આતંકવાદી કૃત્ય સાથે સરખાવીને, સોનુ નિગમે કન્નડ લોકોને અસહિષ્ણુ અથવા હિંસક તરીકે દર્શાવ્યા છે, જે તેના શાંતિ-પ્રેમાળ અને સુમેળભર્યા સ્વભાવની વિરુદ્ધ છે." કન્નડ તરફી સંગઠનોએ સોનુ પાસેથી માફીની માગ કરી છે.
સોનુ નિગમે શું કહ્યું?
૨૫ એપ્રિલના રોજ બૅંગલુરુના વિર્ગોનગરમાં ઇસ્ટ પોઇન્ટ કોલેજ ઑફ ઍન્જિનિયરિંગ ઍન્ડ ટૅકનોલૉજીમાં સોનુ દ્વારા પરફોર્મન્સ આપ્યા પછી અને તેના કોન્સર્ટ દરમિયાન, તેના એક ચાહક દ્વારા વારંવાર વિનંતીઓ છતાં તેણે કન્નડમાં ગીત ગાવાનો ઇનકાર કર્યા પછી આ બધું શરૂ થયું. ગાયકે જણાવ્યું કે યુવાન છોકરો તેને કન્નડમાં ગાવા માટે અસંસ્કારી રીતે ધમકાવતો હતો, અને ઉમેર્યું, " પહલગામમાં જે બન્યું તેનું આ કારણ છે. તમે જે કરી રહ્યા છો, તમે હમણાં શું કર્યું તેનું આ કારણ છે. જુઓ તમારી સામે કોણ ઉભું છે.” ગાયકને તેની ટિપ્પણીઓ માટે સોશિયલ મીડિયા પર પણ ટીકાનો સામનો કરવો પડ્યો, જેમાં કન્નડ અને કન્નડ સિનેમાના કલાકારોએ ઑનલાઈન પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
શનિવારે સાંજે સોશિયલ મીડિયા પર શૅર કરેલા "બસ પ્રેમ" કેપ્શનવાળા એક વીડિયોમાં, સોનુએ કહ્યું, "જ્યારે હું મારું પહેલું ગીત ગાતો હતો, ત્યારે ચારથી પાંચ વિદ્યાર્થીઓનો એક ટોળું હતું જે મને કન્નડમાં ગાવાનું કહી રહ્યા ન હતા, પરંતુ ખરેખર ધમકી આપી રહ્યા હતા. પ્રેક્ષકોમાં ઘણા લોકો હતા જેમણે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ખલેલ ન પહોંચાડવા કહ્યું."

