Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એસ. એસ. રાજામૌલીની જંગલ પર આધારિત ફિલ્મમાં દેખાશે મહેશ બાબુ

એસ. એસ. રાજામૌલીની જંગલ પર આધારિત ફિલ્મમાં દેખાશે મહેશ બાબુ

16 January, 2022 02:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહેશ બાબુને ધ્યાનમાં રાખીને એસ. એસ. રાજામૌલી અને તેના પિતા કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ નવી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે

મહેશ બાબુ

મહેશ બાબુ


મહેશ બાબુ અને એસ. એસ. રાજામૌલી જંગલ પર આધારિત ફિલ્મ લઈને આવવાના છે. હાલમાં કોવિડને જોતાં એસ. એસ. રાજામૌલીની ‘RRR’ની રિલીઝ પોસ્ટપોન્ડ થઈ છે એથી મેકર્સ પાસે હાલમાં ઘણો ફ્રી-ટાઇમ છે. આ જ કારણ છે કે મહેશ બાબુને ધ્યાનમાં રાખીને એસ. એસ. રાજામૌલી અને તેના પિતા કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ નવી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આફ્રિકાના જંગલ પર આધારિત સાહસને એમાં દેખાડવામાં આવશે. પિતા-પુત્ર બન્નેને લાગે છે કે આ ફિલ્મ માટે મહેશ બાબુ એકદમ યોગ્ય રહેશે. ફિલ્મની મોટા ભાગની સ્ટોરી જ્યારે લખાઈ જશે ત્યારે વધુ માહિતી મળી શકશે. જો કોવિડમાં સુધારો થયો તો આ વર્ષે જ એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK