Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નનાં ૨૦ વર્ષની ઉજવણી કરવા ફરી પરણ્યાં સૂર્યા અને જ્યોતિકા

લગ્નનાં ૨૦ વર્ષની ઉજવણી કરવા ફરી પરણ્યાં સૂર્યા અને જ્યોતિકા

Published : 17 September, 2026 07:36 PM | IST | Edinburgh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૉટલૅન્ડના ચર્ચમાં યોજી ક્રિશ્ચિયન વેડિંગ સેરેમની

ચર્ચમાં ફરી પરણેલાં જ્યોતિકા અને સૂર્યા.

ચર્ચમાં ફરી પરણેલાં જ્યોતિકા અને સૂર્યા.


સાઉથના સુપરસ્ટાર સૂર્યા અને જ્યોતિકાએ ૨૦૦૬ની ૧૧ સપ્ટેમ્બરે પરંપરાગત તામિલ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. હવે પોતાની બે દાયકાની લગ્નની સફરને યાદગાર બનાવવા માટે તેમણે યુનાઇટેડ કિંગડમના સ્કૉટલૅન્ડમાં આવેલા એક ચર્ચમાં ક્રિશ્ચિયન વેડિંગ સેરેમની યોજીને ફરી લગ્ન કર્યાં હતાં.
આ ખાસ પ્રસંગમાં તેમનાં બાળકો દિયા અને દેવ ઉપરાંત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ સેરેમનીમાં જ્યોતિકાએ સ્ટ્રૅપલેસ સફેદ ગાઉન પહેર્યું હતું જ્યારે સૂર્યાએ ક્રીમ કલરના સૂટમાં તેમનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ પ્રસંગે તેમના દીકરા દેવે પોતાની મમ્મીનો હાથ પકડીને તેને દોરી હતી. જ્યારે જ્યોતિકા વેડિંગ ડ્રેસમાં સૂર્યા તરફ આગળ વધી રહી હતી ત્યારે સૂર્યા ઇમોશનલ થઈ ગયો હતો અને તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં. આ વેડિંગ વખતે જોડીએ સંયુક્ત સોશ્યલ મીડિયા પોસ્ટ શૅર કરીને પોતાની બે દાયકાની સફરને યાદ કરી હતી. તેમણે આ પ્રસંગને ‘૨૦ વર્ષના પ્રેમ અને સંઘર્ષ’ની ઉજવણી ગણાવીને કહ્યું હતું કે આ કોઈ પર્ફેક્ટ મૅરેજની ઉજવણી નથી; પણ તેમના સંબંધને આકાર આપનારી અપૂર્ણતાઓ, એકબીજા સાથે કરેલાં ઍડ્જસ્ટમેન્ટ, સમજણ અને ત્યાગની ઉજવણી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 07:36 PM IST | Edinburgh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK