Sushant Singh Rajput Case: શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર એક વિડિયો વહેતો કર્યો છે જેનથી ફરી એકવાર અભિનેતાના મોતનો મામલો ચર્ચામાં આવ્યો છે. શ્વેતાના વિડિયોએ સુશાંતના પોસ્ટ-મોર્ટમને લગતા ઘણા ચોંકાવનારા દાવાઓ કર્યા છે.
ફાઇલ તસવીર
એક્ટર સુશાંત સિંહ રાજપૂતની વિદાય (Sushant Singh Rajput Case)ને છ વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં આજે પણ તેના મોત અંગેના અનેક સવાલોનો કોઈ જવાબ મળ્યો નથી. અને એ જ કારણોસર કેસ ચર્ચામાં છે. તાજતેરમાં જ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર એક વિડિયો વહેતો કર્યો છે જેનથી ફરી એકવાર અભિનેતાના મોતનો મામલો ચર્ચામાં આવ્યો છે. શ્વેતાના વિડિયોએ સુશાંતના પોસ્ટ-મોર્ટમને લગતા ઘણા ચોંકાવનારા દાવાઓ કર્યા છે. શ્વેતાએ જણાવ્યું કે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિ તરફથી તેને કેટલીક હચમચાવી મૂકે તેવી માહિતી મળી છે.
શ્વેતાએ એવું શું કહ્યું છે વિડિયોમાં?
ADVERTISEMENT
View this post on Instagram
શ્વેતા સિંહ કીર્તિએ પોસ્ટ કરેલ વીડિયોમાં તે કહી રહી છે કે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારી એક વ્યક્તિએ તેને જણાવ્યું હતું કે સુશાંત (Sushant Singh Rajput Case)ના શરીર પર અતિશય બળપ્રયોગ કરવામાં આવ્યા હોવાના નિશાન હતા. તેના પગ અને આંખો પર ઇન્જરીના ચિહ્ન હતાં. એટલું જ નહીં પણ ગનનો ઉપયોગ થયો હોવાનો પણ દાવો આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોવાનું શ્વેતાએ જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે ૨૦૨૦માં ૧૪મી જૂને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case)નો મુંબઈસ્થિત તેના નિવાસસ્થાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચારથી આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોકે, અભિનેતાના આ આકસ્મિક મૃત્યુ બાદ મુંબઈ પોલીસ અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુદ્ધાં જારી કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે સુશાંતની બૉડી પર બહારના ભાગે કોઈ ઇન્જરી કે બળપ્રયોગના કોઈ નિશાન મળ્યા નથી. તો પછી હવે જ્યારે શ્વેતાએ આ પ્રકારના દાવા કર્યા છે ત્યારે ફરી એકવાર સત્તાવાર રીતે જાહેર થયેલા મેડિકલ રેકોર્ડ્સ ચર્ચામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૦માં સુશાંતના પિતાએ બિહારના પટનામાં તેની એક્સગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અન્ય લોકો સામે ગંભીર આરોપો સાથે કેસ ફાઇલ કર્યો હતો. રિયા ચક્રવર્તીએ પણ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે સુશાંતની બહેનોએ તેના માટે નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન મેળવ્યું હતું. આ મામલાની તપાસ સીબીઆઈ (CBI) કરી રહી હતી, જેમાં રિયા ચક્રવર્તીને ક્લીન ચિટ મળી ચૂકી છે.
જોકે, સુશાંતના પોસ્ટમોર્ટમ અંગેની વાત કરીને શ્વેતાએ તેના ચાહકોને એક મેસેજ પણ આપ્યો છે. સુશાંતના અકાળ અવસાન (Sushant Singh Rajput Case) બાદ ચાહકો તરફથી મળેલા અપાર પ્રેમ અંગે પણ જણાવ્યું હતું. શ્વેતાએ અપીલ કરી હતી કે આ પરિસ્થિતિમાં મનમાં દ્વેષ, બદલો કે નકારાત્મકતા ન લાવવી જોઈએ. ન્યાય માટેની લડાઈ પ્રેમના ભાવથી લડવી જોઈએ, બદલાની ભાવનાથી નહીં. શ્વેતાએ તેના વિડિયોને પૂરો કરતાં પહેલા એટલું કહ્યું હતું કે, "મનમાં કોઈ નેગેટિવ વિચાર ન લાવવા દેશો. ન્યાયની લડત પ્રેમથી લડી શકાય છે. હું આશા રાખું છું કે તમે સહુ પણ આ પ્રેમની, ઈશ્વરની અને ભલાઈની લડતમાં મારી સાથે ઊભા રહેશો."
