Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસીના વેડિંગ આઉટફિટ્સ ફેમસ ફૅશન ડિઝાઇનરે નહીં પરંતુ તેની કૉલેજની ફ્રેન્ડે ડિઝાઇન કર્યા હતા

તાપસીના વેડિંગ આઉટફિટ્સ ફેમસ ફૅશન ડિઝાઇનરે નહીં પરંતુ તેની કૉલેજની ફ્રેન્ડે ડિઝાઇન કર્યા હતા

29 April, 2024 06:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા સમય પહેલાં તેનાં લગ્નનો ફોટો વાઇરલ થયો હતો.

તાપસી પન્નુની તસવીર

તાપસી પન્નુની તસવીર


તાપસી પન્નુએ ૨૩ માર્ચે તેના બૉયફ્રેન્ડ બૅડ‍્મિન્ટન-પ્લેયર મથાયસ બો સાથે ઉદયપુરમાં લગ્ન કરી લીધાં છે. જોકે લગ્નના ફોટો કે વિડિયો તેણે હજી સુધી સોશ્યલ મીડિયામાં શૅર નથી કર્યા. થોડા સમય પહેલાં તેનાં લગ્નનો ફોટો વાઇરલ થયો હતો. તાપસીએ હવે માત્ર એટલું જ જણાવ્યું છે કે લગ્નમાં તેણે મોંઘાદાટ લહેંગાને બદલે ટ્રેડિશનલ સલવાર-કમીઝ પહેર્યાં હતાં અને એ તેના ફ્રેન્ડે ડિઝાઇન કર્યાં હતાં. એ વિશે તાપસી કહે છે, ‘હું બાળપણથી જ સિખ પરંપરા પ્રમાણે ગુરદ્વારામાં થતાં લગ્ન જોતી આવી છું. એટલે મારી પહેલેથી જ ઇચ્છા હતી કે મારાં લગ્નમાં હું રેડ સલવાર-કમીઝ અને એના પર બૉર્ડરવાળો દુપટ્ટો પહેરું. દુલ્હન આવી જ દેખાવી જોઈએ એવું મારું માનવું છે. જોકે પેસ્ટલ લહેંગા પહેરીને મને રિયલ વેડિંગની વાઇબ નથી મળતી. એમાં પણ જો કોઈ મોટું નામ સામેલ હોય તો વાત લીક થવાની શક્યતા વધુ હોય છે. મારે તો લગ્ન પ્રાઇવેટ રાખવાં હતાં. એટલે મારા કૉલેજ-ફ્રેન્ડ મની ભાટિયાએ મારા આઉટફિટ્સ ડિઝાઇન કર્યા હતા. લગ્નનાં બધાં ફંક્શનમાં મેં લહેંગા નહોતા પહેર્યા, કારણ કે મારે ખૂબ ડાન્સ કરવાનો હતો.’

 હું આજે જે પોઝિશન પર પહોંચી છું ત્યાં સુધી પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. મારી ક્ષમતા પ્રમાણે મેં ઘણુંબધું કર્યું છે. સફળતા મને અચાનક નથી મળી એટલે આ મારા માટે આનંદદાયક અને સંતોષથી ભરેલું સ્થાન છે.
- તાપસી પન્નુ


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK