વિજય વર્મા સાથેના બ્રેકઅપ પછી તમન્નાનો અધ્યાત્મ તરફનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. એક તબક્કે તેનું વિજય વર્મા સાથે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું, પણ હવે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે.
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. એક તબક્કે તેનું વિજય વર્મા સાથે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું, પણ હવે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે તમન્ના કે વિજયે ક્યારેય જાહેરમાં આ વાતની સ્પષ્ટતા નથી કરી, પણ તેઓ એકબીજાંથી અંતર જાળવે છે.
વિજય વર્મા સાથેના બ્રેકઅપ પછી તમન્નાનો અધ્યાત્મ તરફનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. હાલમાં ચૈત્રી નવરાત્રિ વખતે તમન્નાએ પોતાના ઘરમાં માતા કી ચૌકીનું આયોજન કર્યું હતું, જેમાં તે માતાનાં ભજનો પર ભક્તિભાવથી આરાધના કરતી નજરે ચડી હતી. હવે તે શિવની ભક્તિમાં ગળાડૂબ થઈને તેમની પૂજા-અર્ચના કરવા માટે પ્રસિદ્ધ બાબુલનાથ મંદિર પહોંચી હતી. તમન્નાની આ મુલાકાતની તસવીરો અને વિડિયો વાઇરલ થઈ રહ્યાં છે.
તમન્ના પરંપરાગત દક્ષિણ ભારતીય લુકમાં બાબુલનાથ મંદિર પહોંચી હતી અને તે અત્યંત ખૂબસૂરત લાગી રહી હતી. તેણે રેડ અને ગોલ્ડન બૉર્ડરવાળી સફેદ સાડી પહેરી હતી. તેણે માથામાં ગજરો પહેર્યો હતો અને લાલ બિંદી કરી હતી. આ લુકમાં તમન્નાનું રૂપ નિખરી ઊઠ્યું હતું અને એ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. તમન્નાની બાબુલનાથ મંદિરની અંદરની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે, જેમાં તે મંદિરના પૂજારી સાથે મંત્રોચ્ચાર સાથે પૂજાપાઠ કરીને શિવની ભક્તિમાં લીન દેખાઈ રહી છે.

