Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિવાદો પછી ફેરફાર કરીને બાદશાહ લઈને આવ્યો છે ટટીરી ફિર સે

વિવાદો પછી ફેરફાર કરીને બાદશાહ લઈને આવ્યો છે ટટીરી ફિર સે

Published : 15 April, 2026 10:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ટટીરી ફિર સે’ નામથી રજૂ થયેલા આ ગીતમાં અગાઉના વિવાદો બાદ લિરિક્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે

બાદશાહ

બાદશાહ


પંજાબી રૅપર બાદશાહનું ચર્ચિત ગીત ‘ટટીરી’ હવે નવા રૂપમાં ફરી રિલીઝ થયું છે. પહેલાં ‘ટટીરી’ ગીતને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. મહિલાઓ વિશે અપમાનજનક શબ્દો અને સરકારી સ્કૂલના યુનિફૉર્મ તથા બસનો પરવાનગી વગર ઉપયોગ કરવાના કારણે હરિયાણા રાજ્ય મહિલા આયોગે કાર્યવાહી કરી હતી. આ મામલે બાદશાહ સામે પોલીસ-ફરિયાદ પણ નોંધાઈ હતી અને તેને માફી પણ માગવી પડી હતી.

‘ટટીરી ફિર સે’ નામથી રજૂ થયેલા આ ગીતમાં અગાઉના વિવાદો બાદ લિરિક્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને એને યોગ્ય અંદાજમાં રજૂ કરવામાં આવ્યા છે. આ નવા વર્ઝનમાં હરિયાણાની સંસ્કૃતિ અને આધુનિક હિપ-હૉપનું અનોખું મિશ્રણ જોવા મળે છે.



બાદશાહે આ નવા વર્ઝનને સંસ્કૃતિ, શક્તિ અને સ્વૅગનું મિશ્રણ ગણાવ્યું છે. તેણે કહ્યું કે આ માત્ર એક ગીત નથી, પરંતુ એક ખાસ અનુભવ છે. જોકે ગીતમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી, પરંતુ એ ભાગને હટાવી દેવામાં આવ્યો છે જેમાં મહિલાઓ વિશે અપશબ્દો હતા. આ સિવાય ગીતનાં વિઝ્યુઅલ્સમાં પણ બદલાવ કરવામાં આવ્યાં છે. પહેલા વર્ઝનમાં સ્કૂલ-ડ્રેસમાં ડાન્સ કરતી છોકરીઓ અને બસ હતી, પણ હવે એ સીન દૂર કરવામાં આવ્યા છે અને એની જગ્યાએ હરિયાણાના વડીલોનો સ્વૅગ અને ગીતને સ્થાનિક સ્પર્શ આપતી ડાન્સ-ક્લિપ્સ ઉમેરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK