Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મી માટે હું હજી પણ ભોળી બાળકી, મારો દીકરો બનાવી રહ્યો છે પોતાની અલગ દુનિયા

મમ્મી માટે હું હજી પણ ભોળી બાળકી, મારો દીકરો બનાવી રહ્યો છે પોતાની અલગ દુનિયા

Published : 10 March, 2026 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાવન વર્ષની ટ્‌વિન્કલ ખન્નાએ પોતાની મમ્મી સાથેના સંબંધ અને મમ્મી તરીકેના પોતાના અનુભવ વિશે વિગતવાર વાત કરી

ટ્‌વિન્કલે મમ્મી ડિમ્પલ સાથે

ટ્‌વિન્કલે મમ્મી ડિમ્પલ સાથે


ટ્‌વિન્કલ ખન્નાએ તાજેતરમાં માતૃત્વના મીઠા-કડવા અનુભવ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે પોતાની મમ્મી સાથેના સંબંધ અને મમ્મી તરીકેના પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે મારો દીકરો આરવ ૨૦ વર્ષની ઉંમરમાં પ્રવેશ્યો ત્યારે મને સમજાયું કે બાળકોને પોતાની ઓળખ શોધવા માટે સ્વતંત્રતા આપવી મમ્મી-પપ્પાઓ માટે થોડી દુખદ પરંતુ એટલી જ જરૂરી પ્રક્રિયા છે.

ટ્‌વિન્કલે મમ્મી ડિમ્પલ સાથેના તેમ જ પોતાના દીકરા આરવ સાથેના સંબંધો વિશે વાત કરતાં કહ્યું કે ‘મા-દીકરીનો સંબંધ કદાચ ક્યારેય સંપૂર્ણ સરળ નથી હોતો, ભલે સંબંધ સારો કેમ ન હોય. હું હવે બાવન વર્ષની થઈ ગઈ છું અને જીવનના અનુભવોથી ઘણું શીખી છું છતાં મારી મમ્મી માટે હું હજી પણ નિર્દોષ અને થોડી ભોળી બાળકી જ છું અને એટલે તે મને હંમેશાં સલાહ આપવા તૈયાર રહે છે.’



પોતાની લાગણી વ્યક્ત કરતાં ટ્‌વિન્કલે કહ્યું હતું કે ‘માતૃત્વની લાગણીસભર મુશ્કેલીઓ મને ત્યારે વધુ સમજાઈ જ્યારે મારો દીકરો ૨૦ વર્ષની ઉંમરે પહોંચ્યો. કિશોરાવસ્થા પછીથી જ બાળકો ધીમે-ધીમે મમ્મી-પપ્પાથી પોતાની એક અલગ દુનિયા બનાવવાનું શરૂ કરે છે. આ સંબંધોમાં નાની બારીઓ અને બાલ્કની તો હોય છે, પરંતુ મુખ્ય દરવાજો ઘણી વાર સંપૂર્ણ ખુલ્લો નથી રહેતો. મારો દીકરો પોતાના ૨૦ના દાયકામાં પહોંચ્યો ત્યારે તેને સમજાયું કે પોતાની ઓળખ શોધવાનો આ સંઘર્ષ મમ્મી માટે કેટલો દુખદ બની શકે છે. એક તરફ બાળકને પોતાની પાસે જ રાખવાની ઇચ્છા હોય છે અને બીજી તરફ તેને આગળ વધવા દેવાની જવાબદારી પણ હોય છે. ઘણી વાર આ પ્રક્રિયા કાયમી વિયોગ જેવી લાગણી પણ આપે છે. આમ છતાં ક્યારેક આવતા મેસેજ અથવા સાથે પસાર કરેલી રજાઓ જેવી ક્ષણો આ અંતરની લાગણીને થોડી ઓછી કરી દે છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK