અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ થિયેટર્સમા રિલીઝ થઈ છે અને તે થિયેટર્સને હાલમાં મિસ કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં તમામ દુકાનો ફરી ખોલવામાં આવી છે.
વરુણ ધવન
મહારાષ્ટ્રમાં થિયેટર્સ બંધ હોવાથી વરુણ ધવન નારાજ છે. અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ થિયેટર્સમા રિલીઝ થઈ છે અને તે થિયેટર્સને હાલમાં મિસ કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં તમામ દુકાનો ફરી ખોલવામાં આવી છે. જોકે થિયેટર્સ, નાટકઘર અને મલ્ટિપ્લેક્સને પરવાનગી આપવામાં નથી આવી. તેણે ઇન્સ્ટાગ્રામ પર મુંબઈના ટ્રાફિક જૅમનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં વરુણે લખ્યું છે કે બધું ખૂલી ગયું છે, પરંતુ થિયેટર્સ બંધ છે.

