Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિવેક ઑબેરૉયનું દુબઈનું ઘર પત્ની પ્રિયંકાએ વિન્ટેજ સ્ટાઇલથી સજાવ્યું

વિવેક ઑબેરૉયનું દુબઈનું ઘર પત્ની પ્રિયંકાએ વિન્ટેજ સ્ટાઇલથી સજાવ્યું

Published : 06 March, 2026 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવેકના ઘરના ઇન્ટીરિયર ડિઝાઇનમાં સાદગી અને ક્લાસિક સ્ટાઇલનો સુમેળ જોવા મળે છે

વિવેક ઑબેરૉય પત્ની પ્રિયંકા સાથે

વિવેક ઑબેરૉય પત્ની પ્રિયંકા સાથે


વિવેક ઑબેરૉયે થોડા સમય પહેલાં દુબઈમાં આવેલા તેના ભવ્ય વિલાની વિડિયો-ટૂર કરાવી હતી. આ ઘરની સાદગી, હરિયાળી અને વિન્ટેજ સ્ટાઇલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.  વિવેકનું આ સુંદર ઘર દુબઈના પ્રખ્યાત વિસ્તાર ધ મેડોઝમાં આવેલું છે જ્યાં શાંતિ અને કુદરતી સૌંદર્યનો સમન્વય જોવા મળે છે.

આ વિલાની સૌથી ખાસ વાત એ છે કે એને વિવેકની પત્ની પ્રિયંકા ઑબેરૉયે પોતે ડિઝાઇન કર્યું છે. આ હોમ-ટૂરના વિડિયોમાં વિવેકે જણાવ્યું હતું કે ‘હું શરૂઆતમાં ડાઉનટાઉન દુબઈમાં ઘર લેવા ઇચ્છતો હતો, જેથી મારી ઑફિસ નજીક રહે. મારી અને પ્રિયંકાની ઇચ્છા હતી કે ઘર એવી જગ્યાએ હોય જ્યાં પક્ષીઓનો કલરવ સંભળાય.’



વિવેકના ઘરના ઇન્ટીરિયર ડિઝાઇનમાં સાદગી અને ક્લાસિક સ્ટાઇલનો સુમેળ જોવા મળે છે. લિવિંગ એરિયામાં પ્રિયંકાની પસંદગી અનુસાર સોનેરી ફ્રેમવાળા અરીસા, ક્લાસિક સ્ટાઇલની અલમારીઓ, સાઇડ ટેબલ, ઝુમ્મર અને ખુરસીઓ રૂમને આકર્ષક માહોલ આપે છે.


ઘરની દીવાલો પર લગાડવામાં આવેલાં ચિત્રો અને પેઇન્ટિંગ્સની પસંદગી દર્શાવે છે કે આટલાં વર્ષો દરમ્યાન તેણે ભારતીય કલાકારોની અનેક સુંદર કૃતિઓ એકત્રિત કરી છે જે ઘરને અલગ ઓળખ આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK