Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

03 December, 2021 06:09 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોનમ કપૂર (Sonam kapoor) બૉલિવૂડમાં આજે ટૉપ અભિનેત્રીમાંની એક ગણાય છે. જો કે , તે પોતાની ફિલ્મો કરતાં વિવાદિત સ્ટેટમેન્ટને કારણે વધારે લાઈમ લાઈટમાં રહે છે. સાંવરિયા ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યુ કરનાર સોનમ કપૂર ડિઝાઈનર પણ છે. હાલમાં અભિનેત્રી આનંદ અહુજા સાથે પોતાની હેપી મેરિડ લાઈફ વિતાવી રહી છે.  પિતા એક મોટા સ્ટાર અને પતિ એક સફળ બિઝનેસ, બધા જાણે છે કે સોનમ કપૂર પાસે પણ ઘણી સંપત્તિ છે જ. તેમ છતાં અભિનેત્રી પોતાના સ્કૂલકાળ દરમિયાન વેટ્રેસનું કામ કરી ચુકી છે. શું કામ? આ સવાલનો જવાબ ખુબ જ રસપ્રદ છે. 

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેણી ધોરણ 10 બાદ આગળ અભ્યાસ માટે સિંગાપુર ગઈ હતી. તે દિવસોમાં તેને વધારે પોકેટ મની મળતાં નહોતા. જેને કારણે ઓછા પૈસામાં તે જન્ક ફુડ જ ખાતી હતી, જેના લીધે તેનું વજન પણ વધી ગયું હતું. આ સાથે જ અભિનેત્રીએ જણાવ્યું હતું કે પૈસા માટે તેણીએ ચાચા ચાર્લી રેસ્ટોરન્ટમાં એક સપ્તાહ માટે વેઈટ્રેસની જોબ પણ કરી હતી. અભિનેત્રીએ શાળાના દિવસોને યાદ કરી કહ્યું હતું કે વેઈટરની જોબ તે વધારે સમય સુધી કરી શકી નહોતી. 



વર્ષ 2005માં અભિનેત્રી સોનમ કપુરે  જ્યારે સંજય લીલી ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યુ તો લોકો તેની સુંદરતાને જોઈ દંગ રહી ગયા હતાં.  ત્યાર બાદ અભિનેત્રીએ અભિષેક બચ્ચન સાથે દિલ્લી 6, આઈ હેટ લવ સ્ટોરીઝ, આયશા, રાંઝણા, વીરે ડી વેડિંગ જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે.


 

 


 

 

 

 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2021 06:09 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK