Puja Joshi and Malhar Thakar Wedding: #MaJaNiWedding ની એક ખાસ તસવીર પ્રોડ્યુસર જિગર ચૌહાણે પણ શૅર કરી છે જેમાં તેમણે પૂજા અને મલ્હારને તેમના હલ્દી અને મહેંદી સેરેમની માટેની શુભેચ્છા આપી છે.
મલ્હાર ઠાકર અને પૂજા જોષીની મહેંદી સેરેમ (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતી ફિલ્મોમાં અનેક વાર કપલ તરીકેના પાત્રો ભજવનાર એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોષી હવે રિયલ લાઈફ કપલ બનવા જઈ રહ્યાં છે. પૂજા જોષી અને મલ્હાર ઠાકરની (Puja Joshi and Malhar Thakar Wedding) જોડી અને તેમનાં લગ્નને ચાહકોએ #MaJaNiWedding નામ આપ્યું છે. મલ્હાર અને પૂજા આ અઠવાડિયે લગ્ન ગાંઠમાં બંધાવાના છે. મલ્હાર અને પૂજાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં આજે લગ્ન પહેલાની વિધિઓનો પહેલો દિવસ છે જેમાં મહેંદી સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. મલ્હાર અને પૂજાની મહેંદીનો વીડિયો હવે સામે આવ્યો છે.
#MaJaNiWedding ના પહેલા દિવસે મહેંદી સેરેમની યોજાઈ હતી જેની અનેક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા (Puja Joshi and Malhar Thakar Wedding) પર વાયરલ થઈ રહ્યાં છે. આ વીડિયોમાં પૂજા અને મલ્હાર જોવા મળી રહ્યાં છે અને પૂજાએ તેના હાથમાં મલ્હારના નામની મહેંદી લગાવી છે. પૂજા અને મલ્હાર વીડિયોમાં ગીત ગાતાં ગાતાં ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. મલ્હાર અને પૂજા બન્ને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે તે પૂજા જોષીએ પહેરેલી ઈયર રીંગ, કારણ કે પૂજાએ જે ઈયર રીંગ પહેરી છે તેમાં મલ્હારનું નામ લખેલું છે.
ADVERTISEMENT
View this post on Instagram
પૂજા અને મલ્હારની મહેંદી (Puja Joshi and Malhar Thakar Wedding) સેરેમનીમાં પૂજાએ યેલો ડ્રેસ પહેર્યો છે અને મલ્હાર પણ ઍથનિક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. આજે 24 નવેમ્બરે પૂજા અને મલ્હારની મહેંદી છે ત્યાર બાદ 25 નવેમ્બરે સંગીત સેરેમની થશે અને 26 નવેમ્બરે તેઓ લગ્ન ગાંઠમાં બંધાશે. આ સાથે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ઓસમાણ મીર અને તેમના દીકરા આમિર મીર #MaJaNiWedding માં સંગીત પરફોર્મ કરવાના છે એવી ચર્ચા છે. આ સાથે પૂજા અને મલ્હારના લગ્નમાં બીજા કયા ગુજરાતી ફિલ્મોના કલાકારો સામેલ થવાના છે તે બાબતે કોઈ મોટી માહિતી સામે આવી નથી અને તેમના લગ્ન પહેલાની હજી કેટલીક તસવીરો સામે આવી રહી છે. #MaJaNiWedding ની એક ખાસ તસવીર પ્રોડ્યુસર જિગર ચૌહાણે પણ શૅર કરી છે જેમાં તેમણે પૂજા અને મલ્હારને તેમના હલ્દી અને મહેંદી સેરેમની માટેની શુભેચ્છા આપી છે.
પૂજા જોષી અને મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રીન પર બહુ ક્યૂટ લાગે છે અને તેઓ ઢોલીવૂડનું પોપ્યુલર કપલ પણ છે. મ્લહાર ઠાકર (Puja Joshi and Malhar Thakar Wedding) અને પૂજા જોષીએ સાથે એક વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ (Vaat Vaat Ma) સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કૅમેસ્ટ્રી ખૂબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ (Veer-Isha Nu Seemant) માં (MaJa Ni Wedding) એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special) માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.