છૂટાછેડાના જંગ બાદ ઍન્જલિના જોલીને ૮૦ મિલ્યન ડૉલર એટલે કે ૬૮૬ કરોડ રૂપિયા મળ્યા છે
ઍન્જલિના જોલી અને બ્રૅડ પિટ
બ્રૅડ પિટ સાથેના ૮ વર્ષ લાંબા ચાલેલા છૂટાછેડાના જંગ બાદ ઍન્જલિના જોલીને ૮૦ મિલ્યન ડૉલર એટલે કે ૬૮૬ કરોડ રૂપિયા મળ્યા છે. જૉઇન્ટ ઓનરશિપની હાઈ ક્વૉલિટી રોઝ વાઇન માટે પ્રખ્યાત ફ્રેન્ચ એસ્ટેટના વેચાણમાંથી અડધા ભાગપેટે મળેલા ૫૫૦ કરોડ રૂપિયા અને બ્રૅડ પિટે ભેટ આપેલા ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પેઇન્ટિંગની હરાજીમાંથી મળેલા ૯૯ કરોડ રૂપિયાને કારણે હૉલીવુડ ઍક્ટ્રેસની મિલકતમાં ધરખમ વધારો થયો છે. હજી ન્યુ ઑર્લિયન્સમાં આવેલા ૪૨ કરોડ રૂપિયાના ઘરના વેચાણ વિશે કાંઈ નક્કી કરવામાં આવ્યું નથી.