Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાને ઍન્જલિના જોલી સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો

પ્રિયંકા ચોપડાને ઍન્જલિના જોલી સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો

Published : 21 June, 2026 03:47 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાએ કહ્યું છે કે ઍન્જલિના પાસેથી ઘણું શીખવા મળે છે અને તે તેને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

પ્રિયંકા ચોપડા અને ઍન્જલિના જોલી

પ્રિયંકા ચોપડા અને ઍન્જલિના જોલી


ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ ભારે મહેનત અને લગનથી હૉલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે. પ્રિયંકાએ હૉલીવુડમાં અનેક ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે. લાંબા સમયથી એવી ચર્ચા હતી કે પ્રિયંકા હવે હૉલીવુડની સુપરસ્ટાર ઍન્જલિના જોલી સાથે સ્ક્રીન શૅર કરતી જોવા મળશે. હવે પ્રિયંકાએ પોતે જ આ સમાચાર પર સત્તાવાર મહોર મારીને સ્વીકાર્યું છે કે તે હવે એ ઍન્જલિના સાથે પ્રોજેક્ટ કરી રહી છે. જોકે આ પ્રોજેક્ટ શું છે એ વિશે પ્રિયંકાએ વધુ વિગતો આપી નથી પણ તેના ફૅન્સ અંદાજ લગાવી રહ્યા છે કે બન્ને કોઈ ફિલ્મ, કોઈ કૅમ્પેન અથવા અન્ય કોઈ મોટા પ્રોજેક્ટમાં સાથે કામ કરવા જઈ રહ્યાં છે.
પ્રિયંકા હવે જ્યારે ઍન્જલિના સાથે કામ કરી રહી છે ત્યારે તેણે તેની ખૂબ પ્રશંસા કરીને તેને પ્રેરણાદાયી વ્યક્તિ ગણાવી છે. પ્રિયંકાએ કહ્યું છે કે ઍન્જલિના પાસેથી ઘણું શીખવા મળે છે અને તે તેને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 03:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK