ગોવામાં પણ બિસ્લેરીના સૅમ્પલમાં કૅન્સરજન્ય કેમિકલ બ્રોમેટ અને પૉલિન્યુક્લિયર ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ (PAH) મળતાં કેસ ચલાવવા મંજૂરી અપાઈ હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિસ્લેરીના પાણીના સૅમ્પલમાં કૉલિફૉર્મ બૅક્ટેરિયા મળી આવતાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. અહેવાલ મુજબ પ્રાથમિક અને રેફરલ એમ બન્ને લૅબમાં બૅક્ટેરિયાની પુષ્ટિ થઈ હતી. ગટરના પાણી કે ગંદી પાઇપલાઇન દ્વારા આ બૅક્ટેરિયા પાણીમાં ભળી શકે છે. અગાઉ ગોવામાં પણ બિસ્લેરીના સૅમ્પલમાં કૅન્સરજન્ય કેમિકલ બ્રોમેટ અને પૉલિન્યુક્લિયર ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ (PAH) મળતાં કેસ ચલાવવા મંજૂરી અપાઈ હતી.
FSSAIએ જલપાઈગુડી પ્લાન્ટમાંથી ૨૦ જુલાઈ ૨૦૨૬એ બનેલા અને ૧૯ જાન્યુઆરી ૨૦૨૭ની એક્સપાયરી ડેટ ધરાવતા બૅચ નંબર PB 201નું સૅમ્પલ લીધું હતું. પુષ્ટિ બાદ ૧૨ ઑગસ્ટે એ બૅચના વેચાણ પર પ્રતિબંધ મુકાયો હતો. FSSAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) રજિત પુનહાનીએ જણાવ્યું કે દેશભરમાંથી પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરનાં સૅમ્પલ લેવાઈ રહ્યાં છે, જેની તપાસ એક-બે મહિનામાં પૂર્ણ થશે. તેમણે ઉમેર્યું કે આ કાર્યવાહીનો હેતુ ભય ફેલાવવાનો નહીં પણ નિયમોનું પાલન કરાવવાનો છે.તમામ રાજ્યોને પૅકેજ્ડ અને મિનરલ વૉટરની તપાસ વધારવા નિર્દેશ અપાયા છે.
ADVERTISEMENT
હવે પશ્ચિમ બંગાળમાં બિસ્લેરીના પાણીમાં બૅક્ટેરિયા મળી આવ્યા
જાન્યુઆરી ૨૦૨૭ની એક્સપાયરી ડેટ ધરાવતા બૅચ નંબર PB 201નું સૅમ્પલ લીધું હતું. પુષ્ટિ બાદ ૧૨ ઑગસ્ટે એ બૅચના વેચાણ પર પ્રતિબંધ મુકાયો હતો. FSSAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) રજિત પુનહાનીએ જણાવ્યું કે દેશભરમાંથી પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરનાં સૅમ્પલ લેવાઈ રહ્યાં છે, જેની તપાસ એક-બે મહિનામાં પૂર્ણ થશે. તેમણે ઉમેર્યું કે આ કાર્યવાહીનો હેતુ ભય ફેલાવવાનો નહીં પણ નિયમોનું પાલન કરાવવાનો છે. તમામ રાજ્યોને પૅકેજ્ડ અને મિનરલ વૉટરની તપાસ વધારવા નિર્દેશ અપાયા છે.
