‘સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે’એ છઠ્ઠા વીક-એન્ડમાં ભારતમાં ₹500 કરોડનો આંકડો પાર કર્યો છે. આ સાથે તે ભારતમાં ₹500 કરોડથી વધુ કમાણી કરનારી પહેલી હૉલીવુડ ફિલ્મ બની છે.
સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે
‘સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે’એ છઠ્ઠા વીક-એન્ડમાં ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે ભારતમાં ૫૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરનારી આ પહેલી હૉલીવુડ ફિલ્મ બની ગઈ છે. ‘સ્પાઇડર-મૅન: બ્રૅન્ડ ન્યુ ડે’ના છઠ્ઠા વીક-એન્ડમાં શુક્રવારે ૪૩ લાખ, શનિવારે ૭૨ લાખ અને રવિવારે ૮૩ લાખની કમાણી થઈ હતી. આ સાથે ફિલ્મનું ભારતમાં તમામ વર્ઝનનું ઑફિશ્યલ નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૦૦.૨૧ કરોડ રૂપિયા થઈ ગયું છે.
